BREAKING NEWS

જામનગરમાં ઠંડીમાં ઘટાડો યથાવત: તાપમાન ૧૬.૬ ડીગ્રી

  • February 03, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં થોડો ઘટાડો થયો છે જેનાથી લોકોને રાહત થઇ છે. પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ઠંડીનો માહોલ જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. પવનની ગતિ ધીમી થતા ખેડુતો પણ થોડા ખુશ થયા છે. ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ ધીરે ધીરે પવન ફુંકાઇ રહ્યો છે.


કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૬.૬ ડીગ્રી, મહતમ તાપમાન ૨૮.૫ ડીગ્રી, હવામા ભેજ ૬૭ ટકા અને પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ ત્રણ દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ છે જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.


હાલારનાં તાલુકા મથકો અને ગામડાઓમાં હાલ તો બે દિવસથી ઠંડીમાં રાહત છે. કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ઓખા, જામજોધપુર, કલ્યાણપુર, લાલપુર ધ્રોલ, જોડીયા, રાવલ, ફલા, સહિતનાં ગામોમાં પણ ૧૫ દિવસના ઠંડીના ચમકારા બાદ રાહત મળી છે. 


આ વર્ષે ઠંડી એકાદ મહિનો મોડી શરૂ થઇ છે અને કદાચ શિયાળો એકાદ મહિનો મોડો પુરો થશે તેમ લાગે છે, એકધારી પંદર દિવસ સુધી ઠંડી પડતા હાલારનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું ધીરે ધીરે ઠંડી ઘટવાની શરૂઆત થઇ છે પરંતુ હજુ મહતમ તાપમાન ૨૮.૫ ડીગ્રી આસપાસ રહ્યા કરે છે. હવે ધીરે ધીરે બપોરના ભાગે ગરમી શરૂ થવાની શકયતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application