BREAKING NEWS

જામનગરમાં ૧૨ ડીગ્રી તાપમાનથી શીતલહેર

  • January 03, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગત રાત્રીથી જામનગર શહેર જીલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ શીત લહેર છવાઇ જવા પામી છે મોસમમાં પ્રથમ વખત તાપમાનનો પારો ૧૨ ડીગ્રી પહોચતા પશુ-પંખી શહેરીજનો, ગ્રામજનો ઠંડીથી ઠુઠવાયા ગઇ કાલે તાપમાનનો પારો ૧૪ ડીગ્રી હતો જે એક જ દિવસમાં ૨ ડીગ્રીનો ઘટાડો થતા ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે આજ સવારથી લોકો સ્વેટરઅને મફલરમાં લપેટાયા.


સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠા બાદ ગત રાત્રીથી ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે કારતક મહિનાથી ધીરે ધીરે ઠંડી વધવી જોઇ પરંતુ કારતક અને માગશર પૂર્ણ થયા છતા ઠંડી નોર્મલ રહેવા પામી હતી એકાએક માવઠા બાદ આજે તાપમાનનો પારો ૧૨ ડીગ્રીએ પહોચ્યો હતો. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મીશ્રઋતુનું વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ આજે શીયાળાનું આગમન થયુ હોય તેવો એહસાસ શહેરીજનોને થઇ રહ્યો છે.


જીલ્લા કલેકટર કચેરીના કટ્રોલ ‚મના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રી મહતમ તાપમાન ૨૬ ડીગ્રી જયારે ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની ગતી ૩૦ થી ૩૫ કિમી ઝડપે રહેવા પામી હતી. જામનગર શહેર તથા જીલ્લામાં આજે ઠંડીનો ચમકાર જોવા મળી રહ્યો છે પોષ મહિનામાં ચાર દિવસ પહેલા માવઠુ પડવાથી શહરે તથા જીલ્લાના ખેડુતોએ કરવામાં આવેલ રવિ પાકને નુકસાન થવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના સમયે પણ અને ઇસુના નવા વર્ષે પણ માવઠુ પડવાથી ખેડુતોના હાલ બેહાલ બન્યા છે.


જામનગર શહેરમાં શીત લહેરની સાથોસાથ નોર્મલ ઝાકળ વર્ષા પણ જોવા મળી હતી સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૬ રહેવા પામ્યુ હતુ લઘુતમ તાપમાનનો પારો ૨ ડીગ્રી ઘટતા શહેરીજનો ઠંડીમાં ઠીંગરાઇ જવા પામ્યા હતા સૌરાષ્ટ્રના ગીરનાર પર્વત પર ઠંડીનો પારો સીંગલ ડીઝીટમાં થઇ ગયો હતો ૯.૧ ડીગ્રી નોંધાયો હતો જામનગરમાં  ગઇકાલે લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રીનું જયારે મહતમ તાપમાન ૨૬.૫ ડીગ્રી નોંધાયું હતું.
​​​​​​​

૩ દિવસ પહેલા દ્વારકા, કલ્યાણપુર, ખંભાળીયા ,કાલાવડ તેમજ રણજીતસાગર ડેમની આસપાસના ગામોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠુ પડયુ હતુ આ માવઠાના કારણે ધાણા, ચણા, ઘઉં, મગફળી, કપાસ, જી‚ સહિતના પાકોમાં નુકસાની થવાથી ખેડુતોના હાલ બેહાલ થવા પામ્યા છે. માવઠુ અને શિયાળો બંનેનું મિશ્રણ થવાથી તાવ, શરદી, ઉધરસ જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે આજે એકાએક  ઠંડીનું પ્રમાણ વધવાથી પશુ-પંખીની હાલત દયનીય બની જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application