BREAKING NEWS

જૂનાગઢ એમજી રોડ પર કચરા ગાડીમાંથી કચરો ઢોળાતા કલેકશન એજન્સીને રૂા. 5 હજારનો દંડ

  • July 15, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહન કચરો લઈ જતું હતું તે દરમિયાન એમજી રોડ પર ગાડીનું પાટીયુ ખુલી જતા કચરો રસ્તા પર ઢોળાઈ ગયો હતો અને દુગધ આવતી હતી. સફાઈ મામલે બેદરકાર એજન્સી વિદ્ધ આકરી કાર્યવાહીના આદેશ થતા એજન્સીને પેનલ્ટી નોટિસ આપવામાં આવી હતી અને .૫ હજારનો દડં વસૂલવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.મહાનગરપાલિકા દ્રારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા પજે કચરા વાલાથ એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે. તાજેતરમાં એમજી રોડ પર જતી વખતે કચરા ગાડીનું પાટિયું ખુલી જતા કચરો રસ્તા પર ફેલાઈ જતા અતિશય દુગધ આવતી હતી. કચરો ભરાઈ ગયો હતો પરંતુ ગંદકી મામલે કમિશનરે એજન્સી વિદ્ધ કાર્યવાહીના આદેશ કર્યા હતા. જેથી સેનિટેશન શાખાએ પેનલ્ટી નોટીસ ફટકારી હતી અને એજન્સીને .૫ હજારનો દડં વસૂલ કરવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application