જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જામનગર શહેરમાં આવેલ ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. કલેક્ટરએ તમામ બાળકોને રૂબરૂ મળી સંવાદ કર્યો હતો. કલેક્ટર અને તેમના પરિવારે મનોદિવ્યાંગ બાળકો સાથે ફટાકડા ફોડ્યા હતાં અને બાળકોને ચોકલેટ તેમજ ફટાકડા આપી દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો દ્વારા અવનવી ડિઝાઇનના દીવડા બનાવવામાં આવે છે તેની કલેક્ટરએ પણ ખરીદી કરી હતી અને બાળકોની આ કળાને બિરદાવી હતી. સેન્ટર દ્વારા દિવાળીના પર્વ દરમિયાન આ દીવડાઓનું વેચાણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૪૦૦૦ દીવડાઓ બનાવવામાં આવ્યા હતા અને તે રકમનો બાળકો માટે જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડિમ્પલબેન મહેતા છેલ્લા ૧૭ વર્ષથી ૐ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. અહીં હાલ ૫ થી ૭૫ વર્ષના ૪૫ જેટલા બાળકો રહે છે અને આ તમામ બાળકો સાથે રહીને દિવાળીની ઉજવણી કરવા બદલ તેઓએ અને બાળકોએ કલેક્ટરનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application