ઉપલેટાના ત્રણ માાભારે શખસોને પાસા તળે જેલમાં ધકેલતા કલેક્ટર

  • April 29, 2024 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં છેલ્લા  એક વર્ષી સામાન્ય બાબતોમાં માાભારે શખ્સો દ્વાા મોટું સ્વ‚પ આપી સમગ્ર શહેરને બાનમાં લઈ છાશવારે મારામારી-ધાક ધમકી, હયિારો સો ફાયરિંગ કરવા જેવા ગુનાઓ આચરી સામાન્ય માણસમાં ભયનું વાતાવરણ ઉભું કરેલ હતું. ઉપલેટા શહેરમાં માાભારે શખ્સોના ત્રાસને ધ્યાનમાં લઈ સનિક પોલીસ દ્વારા માાભારે શખ્સો સામે પાસાની દરખાસ્ત જિલ્લા કલેક્ટરને કરતાં રાજકોટ જિલ્લા  કલેક્ટર પ્રભવ જોષીએ આ પાસાની દરખાસ્તને મંજૂર કરતાં ગઈકાલે સનિક પોલીસ અને જિલ્લા  બ્રાંચ દ્વારા શહેરના સુવા પ્લોટમાં રહેતા જાવીદ ઉર્ફે જાવલો આમ સંધવાણી (જાતે મિયાણા, ઉ.વ.૩૪)ને અમદાવાદની મધ્યસ્ જેલમાં, બસ સ્ટેન્ડ પાછળ મિયાણાવાસમાં રહેતો અબુ ઉર્ફે ડાકુ અજીત જામ (જાતે મિયાણા, ઉ.વ.૨૨)ને બરોડા મધ્યસ્ જેલમાં અને મહેબુબ ઉર્ફે મેબલો આમદ સંધવાણી (જાતે મિયાણા, ઉ.વ.૩૦)ને સુરતની મધ્યસ્ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ કામગીરીમાં સનિક પીઆઈ એલ.આર.ગોહિલ તેમજ એલસીબીના વી.વી.ઓડેદરા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો. ગઈકાલે શહેરના ત્રણ માાભારે શખ્સોને પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેતા અસામાજિક તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો જ્યારે અમુક શખ્સો ભુગર્ભમાં ઉતરી ગયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application