જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે,ત્યારે આતંકવાદીઓનો સામનો કરવા અને તેને શાનમાં સમજાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓ પણ તત્પર બની છે.
ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની એન.સી.સી. ની કેડેટે પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી અને સાથે આતંકીઓને છુપાવનારા પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં લે અને જો પાકિસ્તાન સામે યુદ્ધ પણ થાય તો પણ સરકારની સાથે ખભેખભો મિલાવી દેશ રક્ષા માટે ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની એન.સી.સી. ની દીકરીઓએ હરહંમેશ કામગીરી કરવા તૈયારી બતાવી છે,એન.સી.સી.ની કેડેટ્સએ વધુમાં એમ પણ જણાવ્યું કે, અમે એન.સી.સી.ની કેડેટ્સ છીએ અમને ફોર ગુજ નેવલ યુનિટ દ્વારા અને અમારા એ.એન.ઓ.ઓફિસર શાંતિબેન ભુતિયા દ્વારા સમગ્ર તાલીમ અપાયેલ છે રાયફલ શુટિંગ તાલીમ,નેવિગેશન , કુદરતી કે કૃતિમ આપતી સામે કેવી રીતે પોતાનું રક્ષણ અને અન્ય લોકોને મદદપ થવું આ બધી જ તાલીમ મેળવી છે,જેથી જો આતંકીઓને સબક શીખવવા જો સરકારે યુદ્ધ જેવા નિર્ણયો લેવા પડે તો અમે એન.સી.સી. કેડેટ પણ તેમની સાથે છે અને જરૂર પડે દેશની રક્ષા માટે પોતાના ફરજ નિભાવવાની તૈયારી બતાવી હતી.
ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની એન.સી.સી.ની વિધાર્થીઓનો આવો જુસ્સો જોતા સંસ્થાના ટ્રસ્ટી વિરમભાઇ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ સંસ્થાના પ્રિન્સીપાલ કેતનભાઈ શાહ અને એ.એન.ઓ.ઓફિસર શાંતિબેન ભુતિયાએ દીકરીઓના આ દેશ પ્રેમ પર ગૌરવ અનુભવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech