પોરબંદરની ગોઢાણીયા બી.કોમ. કો-એજ્યુકેશન કોલેજના વિદ્યાર્થીઓએ બિનજરી ખોખામાંથી મની કાઉન્ટીંગ મશીન તૈયાર કર્યુ હતુ.
છેલ્લા બે વર્ષથી પ્રારંભ થયેલ પોરબંદરની ડો. વી.આર.ગોઢાણીયા બી.કોમ. કો-એજ્યુકેશન કોલેજના બી.કોમ. ના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ અભિગમ અનુસાર ‘મની કાઉન્ટીંગ મશીન’ બનાવી કોમર્સનો અભ્યાસ માત્ર સૈધ્ધાંતિક નથી પણ પ્રેકટીકલ છે તે સિધ્ધ કર્યુ છે.
છેલ્લા બે વર્ષથી શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં જિલ્લામાં અનોખુ સ્થાન ધરાવતી અને જૂનાગઢની ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી.આર.ગોઢાણીયા કોમર્સ કો-એજ્યુકેશન કોલેજના વિદ્યાર્થીઓએ નકામા પુંઠા, પેનના ઢાંકણા, નકામુ કેલ્કયુલેટર, વાયર તેમજ ફેવિકોલ, ડી.સી. મોટર, પેઇન્ટ કલર, ચાર્જિંગ એડેપ્ટર, વાયરિંગ, એલ.ડી.આર. સેન્સર વગેરે જેવી વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને પિયા ૨૫૦ના ખર્ચે ડાયરેકટર ડો. પ્રણાલિ જોશીના માર્ગદર્શન હેઠળ બી.કોમ. સેમેસ્ટર-૧, આર્યન ધોકીયા
પ્રારંભમાં ડો. ગોઢાણીયા કોમર્સ કો-એજ્યુકેશન કોલેજના કોમર્સના અભ્યાસક્રમમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ પ્રકરણ છે તેન સૈધ્ધાંતિક પાસાઓનું ટીચીંગ કરાવ્યા બાદ વિદ્યાર્થીઓને બે કલાક ચિંતન કરવા સમય ફાળવ્યો અને કહેવામાં આવ્યું કે આમાં પ્રેકટીકલ શું થઇ શકે? અને વિદ્યાર્થીઓએ સર્જનશીલ વિચાર કરીને આ મની કાઉન્ટીંગ મશીન બનાવ્યુ વેસ્ટમંથી બેસ્ટ અભિગમ અનુસાર આ મશીનની વિગતો આપી સૌને મીઠો આવકાર આપ્યો હતો.
આ તકે કોમર્સના વિદ્યાર્થીઓએ ટ્રસ્ટની ઓફિસ ખાતે વેસ્ટ વસ્તુમાંથી બનાવેલ આ મનીકાઉન્ટીંગ મશીનનું નિદર્શન નિહાળ્યા બાદ ગોઢાણીયા સંકુલના ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને બિરદાવી સંબોધન કરતા જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંશોધન, ઇનોવેશન, સર્જનશીલતાને ટોચ અગ્રતા આપી છે અને વિદ્યાર્થીના પ્રેકટિકલ કાર્ય ઉપર વિશેષ ભાર મૂકયો છે. એક શિક્ષણના સંશોધન પુસ્તકમાં ઉલ્લેખ થયા મુજબ વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચવાથી ૧૦% યાદ રહે છે જોવાથી ૩૦% અને જોવા તથા સાંભવાથી ૫૦% જ્યારે સાંભળવાથી અને જાતે કરવાથી ૯૦% યાદ રહે છે. જેનું ઉત્તમ ઉદાહરણ આ મની કાઉન્ટીંગ મશીન છે. જ્યાં સુધી જિજ્ઞાસા નહી જાગે ત્યાં સુધી શિક્ષણ ફળીભૂત નહી બને તેમને જિજ્ઞાસાવૃત્તિને કેળવવાની શીખ આપી હતી. આ પ્રસંગે ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ જણાવ્યુ કે દ્રશ્ય-શ્રાવ્ય ઉપકરણો જ્ઞાતિ પ્રાપ્તિના દ્વાર છે. આપણી પંચ ઇન્દ્રિયોનો શિક્ષણ કાર્ય દરમિયાન જેટલો વધુ ઉપયોગ થાય તેટલી જ્ઞાન પ્રાપ્તિ સરળ, સચોટ અને વિષદ બને છે. શિક્ષણને રસપ્રદ જીવંત અસરકારક બનાવવા અને ફળદાયી બનાવવા આ મની કાઉન્ટીંગ મશીન ઉપયોગી ગણાવ્યુ હતુ. આ તકે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા સહિતના ટ્રસ્ટીગણે વિદ્યાર્થીઓની ચિંતનશીલ સર્જનાત્મકતાને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજમાં પ્રિન્સીપાલ ડો. કેતનભાઇ શાહના સબળ નેતૃત્વમાં કોમર્સ વિભાગના ડાયરેકટર ડો. પ્રણાલિબેન જોશીના માર્ગદર્શન હેઠળ આ ‘મની કાઉન્ટીંગ મશીન’ના નિદર્શન કાર્યક્રમમાં ટ્રસ્ટના સેક્ે્રેટરી કમલેશભાઇ થાનકી, યોગ કોલેજના ડાયરેકટર જીવાભાઇ ખુંટી, કીર્તિબન દત્તા, હેતલબેન બામણીયા, સંગીતાબેન કોડીયાતર, રિધ્ધિબેન મકવાણા, જયદીપ ચાંદનાણી સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech