BREAKING NEWS

રંગીનમિજાજી અમદાવાદના પીઆઈએ લિફટમાં યુવતીના ખભે હાથ મુકી અડપલાં કર્યા

  • November 22, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બરકતઅલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કયા હોવાનો યુવતીએ આક્ષેપ કરતા પોલીસે પીઆઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
બરકતઅલી ચાવડા લિટમાં જઈ રહ્યા હતા ત્યારે એક યુવતી પણ સાથે હતી. લિટ બધં થતાં જ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કયા હતાં. લિટ છઠ્ઠા માળે પહોંચી એ સમયે બીજી વ્યકિતઓ લિટમાં આવતાં બરકત ચાવડા લિટમાંથી બહાર નીકળી ગયો હતો.
ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક ૧૮૧નો સંપર્ક કર્યેા હતો. અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 બરકતઅલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલમમાં ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકયા છે. પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂકયા છે. અગાઉ કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, પરંતુ એમાં સમાધાન થઈ ચૂકયું છે. જયારે વધુ એક વખત પીઆઇએ લખણ ઝળકાવતા પોલીસ બેડામાં ચર્ચા  જાગી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application