પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યુ તેને છ મહિના વીતી ગયા છે તેમ છતાં પ્લાસ્ટિકની કોથળીઓ સહિત અસ્વચ્છતા અંગે દંડ ફટકારવાની કામગીરી થઇ રહી છે તેમાં પહોંચમાં ‘પોરબંદર-છાયા નગરપાલિકા’ લખેલુ છે તેથી મનપાના નામે કોઇ ઉઘરાણા કરીને રોકડી નથી કરી રહ્યુ ને? તે અંગેની તપાસ મ્યુનિસિપલ કમિશ્નરે કરવી જરી બની છે.
પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં અનાજ-કરિયાણા, મેડિકલ સ્ટોર, ફરસાણ, ચા-પાનના નાના ધંધાર્થીઓને ત્યાં પહોંચબુક લઇને કેટલાક લોકો પહોંચી જાય છે અને ગરબીનો ફાળો ઉઘરાવવા આવ્યા હોય તેમ સીધી જ પહોચબુક કાઢીને ‘તમે પાતળા પ્લાસ્ટિકના ઝબલા રાખો છો એટલે તમને ૨૦૦ ા.નો દંડ ફટકારવામાં આવે છે તેમ કહીને ૨૦૦-૨૦૦ ા.ના ઉઘરાણા કરવામાં આવે છે તેથી આ મુદ્ે વેપારીઓએ આશંકા દર્શાવીને જણાવ્યુ છે કે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાને છ મહિના વીતી ગયા હોવા છતાં દંડના પૈસા વસુલવા આવેલ કર્મચારીઓ પોરબંદર છાયા નગરપાલિકાની પહોંચ શા માટે આપી રહ્યા છે? શું તેઓ ખરેખર મહાનગરપાલિકાના જ કર્મચારી છે કે પછી નકલી પહોચબુક છપાવીને વેપારીઓ પાસે ઉઘરાણા કરતા લેભાગુ તત્વો છે? તે અંગેની તટસ્થતા અને ઉંડાણથી તપાસ કરવી જરી બની છે. બીજી બાજુ વેપારીઓએ એમ પણ જણાવ્યુ છે કે જો ખરેખર તેઓ મનપાના કર્મચારીઓ હોય તો પણ તેઓ આ રીતે દંડ વસુલે છે તે અયોગ્ય છે કારણકે પ્લાસ્ટિકના ઝબલાના ઉત્પાદકો અને હોલસેલમાં તેનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી કાર્યવાહી કરવાના બદલે નાના ધંધાર્થીઓને પાવતી પકડાવવામાં આવી રહી છે તે અયોગ્ય છે તેમ જણાવીને તપાસની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech