BREAKING NEWS

રાજકોટ મનપામાં બદલી-બઢતીનો ઘાણવો કાઢતા કમિશનર સુમેરા, કાથરોટિયા હવે ઝોનલ આસિસ્ટન્ટ કમિશનર, જુઓ પૂરું લિસ્ટ

  • December 12, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ લાંબા સમય બાદ રાજકોટ મહાપાલિકામાં બદલી બઢતીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં બી.એલ. કાથરોટિયાને ઝોનલ આસિસ્ટન્ટ કમિશનર તરીકેનો ચાર્જ સોંપી પ્રમોટ કર્યા છે, સાથે જ તેમના વિશાળ પોર્ટફોલિયોમાંથી શોપ એન્ડ એસ્ટા. વિભાગની કામગીરીમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે. ઝોનલ આસિસ્ટન્ટ કમિશનર તરીકે તેમણે તેમના ઝોનલ ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલના કાર્યક્ષેત્રમાં આવતા એસ્ટેટ સહિતના વિભાગોની કામગીરી યથાવત રીતે કરવાની રહેશે.


કાશ્મીરાબેન વાઢેરને આસિ. કમિશનરનો ચાર્જ સોંપાયો

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજરોજ કરેલા હુકમ મુજબ, પ્રોજેક્ટ શાખાના મેનેજર કાશ્મીરાબેન વાઢેરને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિમણૂંક આપી પ્રમોશન આપ્યું છે સાથે જ તેમને સેન્ટ્રલ ઝોન ટેક્સ બ્રાન્ચ, ચૂંટણી શાખા, શોપ એન્ડ એસ્ટા. આવાસ યોજના વહીવટી સહિતની કામગીરી કરવાની રહેશે.


હજુ બદલી-બઢતીના વધુ ઓર્ડર આવી રહ્યાની ચર્ચા

ફાયર બ્રિગેડ મેનેજર આર.એમ. ગામેતીને પ્રોજેક્ટ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. આર.આર. એલ.મેનેજર મનીષ વોરાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચમાં નિયુક્ત કર્યા છે. જ્યારે નિરજ એમ.વ્યાસને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ બ્રાન્ચના મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. આગામી દિવસોમાં બદલી અને બઢતીના વધુ ઓર્ડર આવી રહ્યાની ચર્ચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News