BREAKING NEWS

મવડી-નાનામવાના રસ્તા તત્કાલ રિપેર કરવા કમિશનરનો આદેશ

  • October 01, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મવડી-નાનામવાના રસ્તા તત્કાલ રિપેર કરવા મ્યુનિસિપલ કમિશનરએ આદેશ કર્યો છે.મવડી ગામતળ, રામધણ ગૌશાળા વિસ્તાર, બાલાજી હોલ વિસ્તારના રસ્તાઓનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તેમણે ગઇકાલે આદેશ જારી કર્યો હતો. ડીઆઇ લાઇન નાખવા કરાયેલા ખોદકામ બાદ ડામર રસ્તાઓની દુર્દશા નજરે નિહાળી કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા.

રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ ફીલ્ડમાં જઈ ચાલુ કામગીરી અંગે સ્થળ નિરીક્ષણ શરૂ કરાયું છે. જે અંતર્ગત વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા રીપેરીંગની કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું.

વેસ્ટ ઝોનમાં ઉપરોક્ત મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ અધિકારીઓની ટીમ સાથે રોડ-રસ્તા મરામત તેમજ ડામર કામના ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું, તેમણે સ્થળ પર જ કામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી તથા કામગીરીની ગુણવત્તા નિહાળી હતી.

શહેરજનોને સુવિધાજનક અને સલામત માર્ગ વ્યવસ્થા મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા કામગીરી સમયસર તથા ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જીનિયર કુંતેશ મહેતા, ડેપ્યુટી સિટી એન્જીનિયર સહિતના અધિકારી-કમર્ચારીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application