BREAKING NEWS

જામનગર : સ્ટે. કમિટીએ રૂ. ૧૯.૫૯ કરોડના કામો મંજુર કર્યા

  • October 16, 2025 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં વેસ્ટઝોન વિસ્તારમાં જાહેરાતના હોર્ડીંગ બોર્ડ લગાવવા માટે અરજન્ટ બીઝનેશ તરીકે બે દરખાસ્ત આવી હતી જેમાં વેસ્ટ ઝોનમાં ૨૪૧૨૨૯૫ અને સેન્ટ્રલ ઇલેકટ્રીક પોલ પર કયુઓસ્ક બોર્ડ લગાવવા માટે રૂ. ૧૬.૦૯.૩૫૪ની દરખાસ્ત મંજુર કરાઇ હતી. આ કમિટીમાં ચેર ઉપરથી ૬ દરખાસ્ત મંજુર કરાઇ, સ્વદેશી મેળા માટે ડોમ તથા મંડપના કામનું રૂ. ૧૫.૬૦ લાખ મંજુર, શહેરમાં ગ્રીન કવરની અર્બન ગ્રીનીંગ પોલીસી  ફ્રેમ વર્ક કરવા નિર્ણય  વરસાદી પાણીના સંગ્રહ માટે ગ્રાઉન્ડ વોટર ચાર્જીસની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.


સ્ટે. કમિટીની બેઠક ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી સહિત ૧૧ સભ્યો હાજર રહયા હતા, છેલ્લા કેટલાક સમયથી હોર્ડીંગ્સ અને કયુઓસ્ક બોર્ડ માટે ટેન્ડરીંગની પ્રક્રિયા કરવાની હતી જે મંજુર કરવામાં આવી છે, એબીસી પ્રોગ્રામ પોલીસી તરીકે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરની દરખાસ્ત, શહેરમાં ગ્રીન કવરની કામગીરી અંતર્ગત ગ્રીનીંગ પોલીસી ફ્રેમ વર્ક કરવા, વારસાગત બાંધકામોના સંરક્ષણ હેઠળ શહેરના ઐતીહાસીક સ્મારકોની જાળવણી અંગેની કાર્યપઘ્ધીને હેરીટેઝ ક્ધઝર્વેશન પોલીસી તરીકે ફ્રેમ વર્ક કરવા, વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકર પ્રોજેકટ અંતર્ગત બાંધકામની પઘ્ધતીને ગુડ ક્ધસ્ટ્રકટશન પ્રેકટીસ પોલીસી તરીકે ફ્રેમ વર્ક કરવા, વરસાદી પાણીના સંગ્રહ અને ગ્રાઉન્ડ વોટર રીચાર્જ કરવાની પોલીસીને રાજય સરકારમાં મંજુરી માટે રજુ કરવા ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવા તેમજ સ્વદેશી મેળા માટે ડોમ અને મંડપનું રૂ. ૧૫.૬૦ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યુ હતું.


આ ઉપરાંત સીટી એરીયાના કામમાં સપ્લાઇંગ ઓફ ડીઆઇ ફલાન્સ સોકેટ, સ્પીગોટ બેન્સ, ટીઝ, રીડયુસર્ઝ અને કાસ્ટર્ન આર્યન્સ જોઇન્ટસ ફો વોટર માટે રૂ. ૫૫.૬૭ લાખ, કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકથી એસટી ડીવીઝન સેન્ટર લાઇટ માટે ૧૧.૮૯ લાખ, પ્રોજેકટ પ્લાનીંગ શાખા હસ્તક સીવીલ વર્ક રોડ વર્ક મેઇન્ટનન્સ માટે ૮૪.૨૩ લાખ, શહેરમાં ઇલેકટ્રીક બસ ડેપો અને ઇલે. બસ સંચાલન પ્રોજેકટની કામગીરી માટેની દરખાસ્ત મ્યુ. કમિશ્નરને આપવા, ક્રિકેટ બંગલા શેરી નં. ૧ થી ૩માં વોટર ડ્રેનેઝ હાવેસ્ટીંગ સિસ્ટમ માટે રૂ. ૧૦૦.૯૪ લાખ, તળાવની પાળના ઢાળીયેથી સ્પોર્ટ કોમ્પલેક્ષ ટાઉન હોલ થઇ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા રૂ. ૧૮૧.૬૮ લાખ, વોર્ડ નં. ૧૧ લાલવાડી વિસ્તારમા મેઇન રોડ અને સીસી રોડ માટે ૨૩૩.૨૭, ગો ગ્રીન યોજના હેઠળ જુદા જુદા રસ્તામાં વૃક્ષારોપણ માટે ૧૪૯.૯૬ લાખ, નવાનાગના વિસ્તારમાં અંાતર માળખાકીય સુવિધા માટે ૩૮.૦૪ લાખ, વોર્ડ ૧૧માં સીસી રોડ માટે ૨૨૭.૬૨ લાખ મંજુર કરાયા છે.


આ ઉપરાંત વોર્ડ નં. ૬માં રવિપાર્ક સોસાયટીમાં સીસી રોડ માટે ૧૭૯.૨૪ લાખ, ગુલાબનગર રામવાડીમાં સીસી રોડ માટે ૨૫૨.૩૨ લાખ, વોર્ડ નં. ૫માં લોક ભાગીદારીથી માળખાકીય સુવિધા માટે ૧૨૫ લાખ, વોર્ડ નં. ૫માં વાયસેપ સીસી રોડ બનાવવા અને સીસી બ્લોક માટે ૧૩૧.૬૩ લાખ, વોર્ડ નં. ૫,૯,૧૩ અને ૧૪માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ટ્રાફીક વર્કસ માટે રૂ. ૧૦ લાખ મંજુર કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application