રમેશભાઇ કે જે જામનગર મુકામે રહેછે. અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરે છે રમેશભાઇ પાસે રાઘવેન્દ્ર દીવાના રૂબરૂ મળવા આવેલ અને જણાવેલ કે અમો શોર્ટ ફિલ્મ બનાવવાનું કામકાજ કરીએ છીએ તમો આમાં રોકાણ કરો તો તમોને ખુબ જ સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ સમજવામાં આવેલ. જેથી રમેશભાઇએ રાઘવેન્દ્ર દીવાન સાથેના સંબંધો અને મિત્રતાને ઘ્યાનમાં રાખી અને રાઘવેન્દ્ર દીવાનની પેઢી આર વી ફિલ્મમાં ૧૧ માસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલ.
જે અન્વયે રાઘવેન્દ્ર દીવાન દ્વારા નોટરાઇઝ અગ્રીમેન્ટ પણ કરી આપવામાં આવેલ. ત્યારબાદ ૧૧ માસનો સમય પુર્ણ થતા રમેશભાઇ દ્વારા રાઘવેન્દ્ર દીવાન પાસે ઇન્વેસ્ટમેન્ટ કરેલ રકમ રૂ. ૧૦,૯૦,૦૦૦ માંગણી કરતા રાઘવેન્દ્ર દીવાન દ્વારા પોતાની પેઢી આર વી ફિલ્મમાંથી રમેશભાઇના નામનો રૂ. ૧,૧૦,૯૦,૦૦૦નો ચેક લખી આપવામાં આવેલ. જે ચેક રમેશભાઇ દ્વારા પોતાના ખાતામાં ભરતા તેમના આઘાત અને આશ્ર્ચર્ય વચ્ચે ચેક રીટર્ન થયેલ. જેથી રમેશભાઇ દ્વારા તુરંત રાઘવેન્દ્ર દીવાનનો સંપર્ક કરતા રાઘવેન્દ્ર દીવાના દ્વારા થોડા સમયમાં તમોને રકમ મળી જશે તેવું આશ્ર્વાસન આપવામાં આવેલ.
પરંતુ રકમ ચુકવાવમાં આવેલ નહીં જેથી રમેશભાઇ સાથે વિશ્ર્વાસઘાત તથા છેતરપીંડી થયેલ હોય તેવું જણાતા રમેશભાઇ દ્વારા રાઘવેન્દ્ર વદીવાનની તપાસ કરતા રાઘવેન્દ્ર દીવાન દ્વારા જામનગરના અનેક લોકોને આ રીતે શોર્ટ ફિલ્મ બનાવવાનું કામકાજનું જણાવી અને ખુબ જ સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ આપીને રોકાણ કરાવી અને અસંખ્ય લોકો પાસેથી આ રીતે કરોડોની રકમ ઓળવી ગયેલ છે અને પરત આપેલ નથી. તેવેું જાણવા મળેલ. જેથી રમેશભાઇ નારાજ થઇ તેમના વકીલ મારફત રાઘવેન્દ્ર દીવાન તથા તેની પેઢી આર વી ફિલ્મને કાનૂની નોટીસ મોકલવામાં આવેલ અને રકમની માંગણી કરવામાં આવેલ. પરંતુ રાઘવેન્દ્ર દીવાન તથા તેની પેઢી આર.વી. ફિલ્મ દ્વારા નોટીસનો કોઇ જવાબ આપેલ નહીં. કે રકમ ચુકવવામાં આવેલ નહિ જેથી નારાજ થઇ રમેશભાઇ દ્વારા તેમના વકીલ મારફત રાઘવેન્દ્ર દીવાન તથા તેની પેઢી આર વી ફિલ્મને કાનૂની નોટીસ મોકલવામાં આવેલ અને રકમની માંગણી કરવામાં આવેલ.
પરંતુ રાઘવેન્દ્ર દીવાન તથા તેની પેઢી આર વી ફિલ્મ દ્વારા નોટીસનો કોઇ જવાબ આપેલ નહિં કે રકમ ચુકવવામાં આવેલ નહિ જેથી નારાજ થઇ રમેશભાઇ દ્વારા તેમનાં વકીલ મારફત રાઘવેન્દ્ર દીવાન તથા તેની પેઢી આર વી ફિલ્મ વિરુદ્ધ ધી નેગો. ઇન્સ્ટુ. એકટની કલમ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ઉપરાંત રમેશભાઇ દ્વારા રાઘવેન્દ્ર દીવાન તથા તેની પેઢી આર વી ફિલ્મ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ વિગેરેની કાર્યવાહી પણ કરવા જઇ રહેલ છે.