BREAKING NEWS

જામનગર : લાલપુરમાં યુવાન પર હુમલામાં ૩ સામે ફરીયાદ

  • December 17, 2025 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લાલપુરના સામાકાંઠે હોટલ નજીક યુવાન પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી, જેમાં ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે. 

લાલપુરના હુશેનીચોકમાં રહેતા મજુરી કામ કરતા આબીદ હુશેનભાઇ સૈયદ  (ઉ.વ.૨૭) નામના યુવાને એક આરોપીની પુત્રી સાથે આશરે બે વર્ષ પહેલા લગ્ન કરેલ હોય જેનો ખાર રાખીને તા. ૧૫ના લાલપુર સામાકાંઠે હોટલ નજીક આરોપીઓ ધસી ગયા હતા અને ફરીયાદી આબીદભાઇ પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.

​​​​​​​

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો દરમ્યાન આબીદભાઇ દ્વારા આ બનાવ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં અરમાન સલીમ દલ, શબીર ઇસ્માઇલ ચનાણી તથા મોસીન સીદીક માંધરાની સામે ફરીયાદ કરતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application