BREAKING NEWS

જેતપુરની ત્યકતાના ફોટો એડિટ કરી પૂર્વ પતિ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા ફરિયાદ

  • December 17, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જેતપુરમાં રહેતી ત્યકતાના ફોટો એડિટ કરી પૂર્વ પતિ વારંવાર ઇન્સ્ટાગ્રામ પર મુકતો હોય જે અંગે ત્યકતાના ભાઇએ આવુ નહીં કરવા સમજાવતા તેને ધમકી આપી હતી. આ અંગે જામનગરના લાલપુરમાં રહેતા શખસ સામે વિરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


જેતપુરમાં રહેતી 30 વર્ષીય ત્યક્તાએ વીરપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે આઠેક વર્ષ પહેલા તેના લગ્ન જામનગર જિલ્લાના લાલપુર ગામના યુવાન સાથે જ્ઞાતિના રીતિ રીવાજ પ્રમાણે થયેલ હતા. અમારે સાંસારીક જીવન દરમ્યાન સંતાનમાં એક દિકરીનો જન્મ થયેલ હતો. જે હાલ આઠ વર્ષથી છે. થોડા વર્ષો સુધી સાંસારીક જીવન સારી રીતે ચાલ્યા બાદ મારા પતિ અવારનવાર મારી મારકુટ કરતા હોય જેના કારણે ઘર કંકાસ થતો હતો. છએક વર્ષ પહેલા અમારી જ્ઞાતિના રીવાજ પ્રમાણે છુટાછુડા લઇ લીધા હતા. અને ત્યારબાદ ફરિયાદી પિયરમાં મારા માતા-પિતાને ત્યાં મારી દિકરી સાથે રહેવા લાગી હતી.


ત્યકતાએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પૂર્વ પતિએ તેના ઈન્સ્ટાગ્રામ આઇ.ડી.માં મારા ફોટાઓ રાખી તેમાં અલગ અલગ ગીતોનું એડીંટીંગ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યા હતા. જેથી ફરિયાદીના ભાઈએ એક વર્ષ પહેલા તેને ફોન કરી કહ્યું હતું કે, હવે તમારે છુટાછેડા થઇ ગયેલ છે તેમ છતા તું મારી બહેનના ફોટાઓ ઇન્સ્ટાગ્રામ ઉપર કેમ મુકે છે? તો પૂર્વ પતિએ કહેલ કે, તારે જે થાય તે કરી લેજે, ફોટાઓ તો હું ઇન્સ્ટાગ્રામ ઉપર મુકીશ જ અને હવે મારામાં ફોન કરતો નહીં, હવે ફોન કરીશ તો સારાવાટ નહીં રહે, તેમ ધમકી આપેલ હતી. બાદ પૂર્વ પતિ અવાર નવાર તેની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપર ફરિયાદીની સંમતિ વિના ફરિયાદીના ફોટાઓ મુકી તેમાં અલગ અલગ હિન્દી ગીતનું એડીટીંગ કરી અપલોડ કરતો હતો.


ગઇ તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ ફરિયાદી મારા ઘરે હતા ભાઈએ તેના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ ખોલેલ તો ફરીથી પૂર્વ પતિએ ફોટા ઇન્સ્ટાગ્રામમાં હિન્દી ગીત સાથે એડીટીંગ કરી મુક્યાનું ધ્યાને આવ્યું હતું. જેથી ત્યકતાએ પૂર્વ પતિ વિરુદ્ધ વિરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application