રાજકોટ શહેરના સેટેલાઈટ ચોક માં રહેતા યુવકએ ધંધાની જરૂરિયાત માટે વ્યાજ વટાવ નો ધંધો કરતા વ્યાજખોર પાસેથી ત્રણ લાખ રૂપિયા એડવાન્સ વ્યાજ કપાવી વ્યાજે નાણા લીધા બાદ સમયસર વ્યાજનો ચૂકવી શકતા જામીનગીરી માં ફરિયાદીની કાર તેમજ બે ચેક મેળવી લીધા બાદ ધમકાવી એક લાખ ઓનલાઇન મેળવી લીધા બાદ ધમકાવી યુવકના ફ્લેટનું સાટાખત કરાવી લીધા બાદ વધુ નાણાંની ઉઘરાણી કરી સાત જેટલા સાગરીતો સાથે ગેરેજે આવી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના સેટેલાઈટ ચોક આરાધના એપાર્ટમેન્ટ માં રહેતા ધર્મેશભાઇ પ્રકાશભાઇ સિધપુરા ઉ.વ.૨૮ વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં સ્પીડવેલ ચોક નજીક મીત્ર રાજ તથા તેના મીત્ર એમ બધા ભાગીદારીમા બાપાસીતારામ ચોક નજીક મીસ્ટર મેક ડ્રાઈવ નામથી ગેરેજ ચાલુ કરેલ હોય ત્યા મારી ટાટા કંપનીની ઝેસ્ટ કાર રજી નં.GJ 27 એ એચ 1888 વાળી અવાર નવાર વોશ તેમજ રીપેરીંગ કરાવવા માટે જતો હોય જેથી ત્યા ગેરેજ ચલાવતા પ્રશાંત તરાવિયા સાથે મીત્રતા થયેલ હતી.
જેથી પ્રશાંતભાઈ તરાવિયા સાથે ગાઢ મીત્રતા થયેલ હોય બે એક મહીના પહેલા કાર વોસિંગ કરવા માટે પ્રશાંત તરાવિયાના મીસ્ટર મેક ડ્રાઇવ ગેરેજ ખાતે પ્રશાંત તરવિયા સાથે ધંધાના કામ બાબતે ૩,૦૦,૦૦૦ જરૂરીયાત હોવાની વાતચીત કરેલ હોય જેથી પ્રશાંત તરાવિયાએ કહેલ કે હુ વ્યાજે રૂપીયા આપુ પરંતુ તારે કોઇ વસ્તુ જામીનગીરી તરીકે આપવી પડે તેમ વાત કરેલ જેથી ફરિયાદીએ ગાડી ગીરેવે અને ચેક આપુ તમે મને થોડા દીવસ માટે રૂપીયા આ પો તેમ વાત કરેલ હતી.
બાદ તા-૧૮/૧૦/૨૦૨૫ કાર લઇ ગેરેજ ખાતે ગયેલ અને ત્યા પ્રશાંત તરાવિયા અને ત્યા ગેરેજે કામ કરતા યશ લીંબાસીયા તથા કરણ પેથાણી હાજર હતા અને પ્રશાંત તરાવિયાએ ૨,૪૦ લાખ રોકડા આપેલ જેથી કહેલ કે આપડે ૩,લાખની વાત થયેલ હતી જેથી તેઓએ કહેલ કે હું તમને ઓછા વ્યાજે રૂપીયા આપુ છુ જે ૫% લેખે વ્યાજના રૂ-૧૫ હજાર એડવાનસ કાપી લીધેલ છે તેમજ બાકીના ૪૫હજાર બે ત્રણ દીવસમા પુરા કરી દેવાનું કહ્યું હતું.
બાદ એક મહીનો પુરો થતા પ્રશાંત તરાવિયાનો ફોન આવેલ અને મને વાત કરેલ કે રૂપીયા પહોચાડો જેથી કહેલ કે તમે બાકી રૂપીયા પુરા કરો તેવી વાત કરતા પ્રશાંતે કહેલ કે રૂ-૬૦ હજાર વ્યાજના જેતે વખતે ૨૦% લેખે કાપેલ હતા અને મહીનો પુરો થઇ ગયો હવે વ્યાજના રૂપીયા પહોંચાડો ૫% વ્યાજની વાતચીત થયેલ હતી એટલુ બધુ વ્યાજતો દઈ શકુ તેમ નથી તેવી વાત કરતા આ પ્રશાંત તરાવિયા એ મને કહેલ કે ગમે તેમ કરો વ્યાજ દેવુ જ પડશે તેમ વાત કરી ફોન કાપી નાખેલ હતો.
જેથી મે તા-૨૯/૧૧/૨૦૨૫ ના રોજ પ્રશાંતના ખાતામા ૧ લાખ ઓનલાઇન ગુગલ પે દ્રારા ટ્રાન્સફર કરેલ હતા છતાં અવારનવાર વ્યાજના નાણાની ઉઘરાણી શરૂ કરી હતી એટલું જ નહીં પોતાના ઘરે જે તેના પિતાને કામ છે તેમ કહી બોલાવ્યો હતો ત્યારબાદ માર મારી રિવોલ્વર જેવું હથિયાર બતાવી ગેરેજમાં ગોંધી રાખી વકીલ ની ઓફિસે લઈ જઈ બળજબરી પૂર્વક નાગેશ્વર સુમતિ સાનિધ્ય ફ્લેટનું સાટાખત કરાવી લીધું હતું.
આ અંગે પ્રશાંતભાઈ, શૈલેષભાઇ તથા કરણ પેથીયા, યશ લીંબાસીયા તથા સાહીલ ગાજીપરા તથા પ્રભાત આહીર તથા યશ ખુંટ તથા બે અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.