BREAKING NEWS

મોરબીના લુંટાવદર ગામના પાટિયા પાસેથી બાઈક ચોરીની ફરિયાદ

  • September 09, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લુંટાવદર ગામના રહેવાસી યુવાનનું બાઈક બંધ પડી જતા ગામના પાટિયા પાસે રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.મોરબીના લુંટાવદર ગામે રહેતા અલ્પેશ દેવશીભાઈ વેરણ (ઉ.વ.૩૦) નામના યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ ના રાત્રીના ૧૨ : ૩૦ થી તા. ૦૨ ના ૧૦ વાગ્યા દરમિયાન આઈઆડીઊ બાઈક જીજે ૩૬ એએ ૭૮૪૪ કીમત રૂ ૨૦ હજાર વાળું બાઈક લુંટાવદર ગામના પાટિયા પાસે બસ સ્ટેશન સામે બંધ પડી જતા મુક્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News