આજે રાજકોટ બંધ એલાનના પગલે શહેરની બજારો સ્વયંભૂ સજ્જડ બંધ રહી હતી. તમામ વેપારીઓ અને વેપારી એસોસિએશનએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને વેપારીઓએ સ્વીકાર કરીને પીડિત પરિવારજનોને સાંત્વના સાથે સાથ આપ્યો હતો. આજે બંધના એલાનમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દાણા એસોસિએશન, લાખાજીરાજ રોડ એસોસિએશન, જંકશન રોડ વેપારી એસોસિએશન, ગોલ્ડ ડીલર એસોસિએશન,જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન ,પરા બજાર એસોસિએશન ,ઢેબર રોડ ફર્નિચર એસોસિએશન, હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ, સોરઠીયા વાડી ભક્તિનગર સર્કલ યુનિવર્સિટી રોડ, રૈયા રોડ સહિત માં આવેલા તમામ દુકાનના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જો કે, બપોરે 12:00 વાગ્યા બાદ મોટાભાગની બજારો ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી, એકંદરે આજે બંધના એલાન ને શહેરીજનો તેમજ વેપારીઓએ આત્માઓને ન્યાય માટે સરકાર સમક્ષ પ્રબળ માંગણી ઉઠાવી છે.
સરકાર લાજવાના બદલે ગાજે છે: મૃતકની બહેન સંતોષ કાથડ
મેં મારી બહેન ગુમાવી છે તો અન્ય પરિવારજનોએ તેમના વહાલ સોયા દીકરાને તો લાડકી દીકરીને ગુમાવી છે. સરકારની બેદરકારી છે લાજવાના બદલે સરકાર ગાજી રહી છે. આવી સરકાર અમારે કોઈ કાળે જોતી નથી એવું જણાવતા અગ્નિ કાંડમાં હોમાઈ ગયેલી આશાસ્પદ યુવતી આશા કાથડ ની બહેન સંતોષ કાથડે ભાવુકતા સાથે જણાવ્યું હતું કે , અમને ન્યાય આપે તેવી સરકાર અમારે જોઈ છે.
રોજ આખો દિવસ ટ્રાફિકથી ધમધમતી બજારો સૂમસામ
આખો દિવસ ગ્રાહકોથી પરાબજાર, સાંગણવા ચોક, દાણાપીઠ, લાખાજીરોડ સહિતની બજારમાં વેપારીઓએ સ્વંયભુ બંધ રાખી હતી.ટ્રાફિકની ધમધમતી બજાર સુમસામ જોવા મળી હતી. જથ્થાબંધ અનાજ કરિયાણા, ડ્રાયફ્રુટ તેલ સહિતની ચીજવસ્તુના વેપારીઓએ આજે સવારથી માર્કેટ બંધ રાખી હતી.
સોનીબજાર-પેલેસ રોડમાં સોપો
શહેરની શાન ગણાતી સોની બજાર પણ આજે સવારથી બંધ રહેતા આ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. રાજકોટ ગોલ્ડ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા તેમજ જેમ્સ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેસરા એ બંધના એલાનના પગલે સ્વેચ્છિક બંધ માટે જાહેરાત કરી હતી. સોની બજારમાં આવેલી તમામ નાની મોટી દુકાનો તેમજ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને પેલેસ રોડ પરના તમામ સોના ચાંદીના શોરૂમના ઝવેરીઓએ સવારથી બપોર સુધી બંધ રાખી મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
દુકાન ખુલ્લી રાખનારને વિનંતી
રાજકોટ સવારથી સ્વયંભૂ રીતે બંધ રહ્યું હતું પરંતુ અમુક જ સ્થળોએ નાની મોટી દુકાનો ક્યાંક ખુલ્લી જોવા મળી હતી આ સમયે કોઈ જબરદસ્તી નહીં પરંતુ કોંગ્રેસના આગેવાનો શક્તિસિંહ ગોહિલ, જીગ્નેશ મેવાણી ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને બે હાથ જોડી વિનંતી કરતા દુકાનદારોએ આ વિનંતીને સ્વીકારી તરત જ પોતાના શટરો પાડી દીધા હતા. (તસવીર : દર્શન ભટ્ટી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech