૧૪૩ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં જામનગરમાં કોંગીના ધરણાં

  • December 22, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર્કલ ખાતે કોંગીએ સુત્રોચ્ચાર કર્યા: લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવોના સૂત્રો પોકાર્યા

સંસદનું શિયાળુ સત્ર સમરાંગણ બની ગયું હોય એવી સ્થિતિ સર્જાઇ છે, ખાસ કરીને નવા સંસદભવનની અંદર ઘુસીને છ લોકોએ સ્મોક સ્ટીકનો ઉપયોગ કર્યા બાદ સાંસદોની સુરક્ષાને લઇને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, રોજ ઉઠીને સંસદભવનમાં ધાંધલ ધમાલ થતી હતી, તો બીજી તરફ રાજ્યસભાના સાંસદો પણ આ મુદ્દાને લઇને ઉગ્ર હતા, હજુ સુધી આ સત્રમાં પૂરા એક દિવસ પણ સંસદની કાર્યવાહી થઇ હોય એવું બન્યું નથી ત્યારે ૧૪૩ સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે આજે જામનગરમાં કોંગી દ્વારા ધરણાં અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવોના સૂત્રો પોકારવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના ગેઇટ પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નીચે કોંગીજનો ધરણાં પર બેઠા હતા, જેમાં જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદા, રંજનબેન ગજેરા, પ્રદેશ કોંગ્રેસના સહારાબેન મકવાણા, નગરસેવક આનંદ રાઠોડ સહિતના કોંગીજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ૧૪૩ સાંસદોને સસ્પેન્ડ કરવા સામે આક્રોશ દર્શાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application