BREAKING NEWS

મમતાના ગઢમાં ભાજપની જીતથી ચોમેર શુભેચ્છા વર્ષા

  • May 05, 2026 09:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળ, પોંડીચેરી અને આસામમાં ભાજપનો વિજય અને મમતા બેનડ-ની હાર થતા રાજકીય ઝટકો પડયો હતો.દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલા રાજકીય પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પશ્ચિમ બંગાળ, પોંડીચેરી અને આસામમાં ભાજપે નોંધપાત્ર જીત મેળવી રાજકીય સમીકરણોમાં મોટી ફેરફાર
સર્યો છે. ખાસ કરીને પરિશ્ચમ બંગાળમાં ભાજપના પ્રદર્શનને કારણે તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી
માટે આ પરિણામો રાજકીય રીતે પડકારરૂપ બન્યા છે. લાંબા સમયથી મજબૂત ગઢ મનાતા વિસ્તારમાં ભાજપે પ્રભાવશાળી પ્રદર્શન કરી વિરોધ પક્ષોને ચોંકાવી દીધા છે.
આસામમાં પણ ભાજપે સત્તા પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે, જ્યારે પોંડીચેરીમાં પણ પક્ષને મહત્વપૂર્ણ રાજકીય સફળતા મળી છે. ભાજપના નેતાઓએ આ જાતને વિકાસ, જનવિશ્વાસ અને મજબૂત સંગઠનનું પરિણામ ગણાવ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પરિણામો આગામી રાષ્ટ્રીય રાજકારણ પર પણ અસરકારક સાબિત થઈ શકે છે. ભાજપના સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ પરિણામો આત્મમંથનનો વિષય બન્યા છે.બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપ સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. શહેર અને જિલ્લ (માં વિવિધ સ્થળોએ ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને અને એકબીજાને શુભેચ્છા પાઠવી આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે આ જાત જનતાના વિરવાસ, વિકાસના કાર્ય અને પક્ષના મજબૂત સંગઠનનું પરિણાય છે. ડબલ એન્જિન સરકારની વિચારધારા વધુ મજબૂત બનશે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સહયોગ સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે બંગાળ અને આસામના લોકોએ ભાજપ પર વિરવાસ મૂકી ભાજપને પોતાની સેવાનો એક મોકો આપ્યો છે. આસામ અને પોંડીચેરીમાં પણ ભાજપના સારા પ્રદર્શનને કારણે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ ભાજપના ધ્વજ સાથે રેલી યોજાઈ હતી અને ભારત માતા કી જયના નારા સાથે વિજપની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોના મતે આ જાત આગામી સમયમાં પક્ષને વધુ મજબૂતી આપદો અને દેશના રાજકારણમાં નવી દિશા નક્કી કરશે. ભાજપની આ જ કતથી
ગુજરાતના તાલુકા જિલ્લ (ઓમાં પણ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે ભાજપના અગ્રણી નેતાઓ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લ, તાલુકા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, કાર્યકરો વગેરે મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભાજપની જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.પક્ષના નેતાઓએ મતદાતાઓનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ જીત માત્ર ચૂંટણી પરિણામ નથી પરંતુ જનતાના આશીર્વાદ અને સેવા માટે મળેલી નવી જવાબદારી છે. આગામી સમયમાં વધુ મજબૂત સંગઠન સાથે જનહિતના કાર્યોને ગતિ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application