ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા માધમેળામાં સ્નાન કરતી વખતે સાધુ-સંતો સાથે અપમાનજનક વર્તમાન કરવાના સંદર્ભમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગઇકાલે લાલબંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોએ પોસ્ટર દર્શાવી ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં અને આખરે રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે ૧૯ કાર્યકરોની અટકાયત કરી હતી અને થોડીવાર બાદ તેઓને છોડી મુકવામાં આવ્યા હતાં.

કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર સાધુ-સંતો સાથે અપમાનજનક વર્તન કરી રહી છે અને કેન્દ્રની ભાજપ સરકાર ચુપ છે ત્યારે યુવક કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન કર્યુ હતું, પોલીસે ૧૯ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી, આ કાર્યક્રમમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, ગુજરાતના કોંગ્રેસના મહીલા મંત્રી સહારા મકવાણા, કાસમભાઇ જોખીયા, ડો.તોસીફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, મહીપાલસિંહ જાડેજા, સંજય કાંબરીયા, આનંદ ગોહીલના કાર્યકરો હાજર રહ્યા હતાં અને એક કાર્યકરે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને માથા ઉપર માટલી રાખી હતી. ત્યારબાદ તેઓ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા હતાં.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application