BREAKING NEWS

રાહુલ ગાંધીએ વિજય સાથે ઇન્સ્ટા રીલ શેર કરી મેટાએ બ્લોક કરી નાખી હોવાનો કોંગ્રેસનો દાવો

  • May 11, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવીકેના વડા વિજય થલપતિએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે શપથ ગ્રહણ સમારોહના સ્ટેજ પર એક રીલ બનાવી હતી. કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યેા છે કે ઇન્સ્ટાગ્રામે આઇબી મંત્રાલયના નિયમોને કારણે વિજય અને રાહત્પલ ગાંધીની રીલ અને ફોટો પોસ્ટને બ્લોક કરી હતી. જોકે, સરકારી સૂત્રોએ આ આરોપને નકારી કાઢો છે.
ઇલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ સ્પષ્ટ્રતા કરી હતી કે તેમનો આ કાર્યવાહી સાથે કોઈ લેવાદેવા નથી અને તે એટલા માટે થયું કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આંતરિક સિસ્ટમે ભૂલથી પોસ્ટને બ્લોક કરવા માટે ચિ઼ત કરી હતી. રાહત્પલ ગાંધી રવિવારે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ચેન્નાઈ પહોંચ્યા હતા અને બાદમાં સોશિયલ મીડિયા પર અભિનેતા–રાજકારણી સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા.
કોંગ્રેસના નેતા અને રાહત્પલ ગાંધીના સહાયક શ્રીવત્સે એકસ પર એક પોસ્ટમાં દાવો કર્યેા હતો કે ઇન્સ્ટાગ્રામે આજના શપથ ગ્રહણ સમારોહમાં ગાંધી અને થલાપતિ વિજયના ફોટા ધરાવતી રીલ્સ અને પોસ્ટસ બ્લોક કરી દીધી છે.
શ્રીવત્સે કહ્યું કે વાયરલ રીલને એક કલાકથી ઓછા સમયમાં ૧૨ મિલિયન વ્યૂઝ મળ્યા હતા, યારે વાયરલ ફોટો પોસ્ટ ૪૬ મિલિયન લોકો સુધી પહોંચી ગઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે, મેટાએ તેમનું એકાઉન્ટ કેમ અનુપલબ્ધ થયું તે સમજાવ્યું નથી. આ ખામી મેટા નિયમોને કારણે છે! રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા એકાઉન્ટસ લાંબા સમયથી કંટ્રોલમાં છે.તેની રીલ એકસ, યુટુબ વ્યૂઝ અને ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સુધી તેમની પહોંચ મર્યાદિત કરવામાં આવી છે. શ્રીવત્સે કહ્યું કે આ ભારતના વિપક્ષી નેતાનો અવાજ દબાવી રહ્યું છે. આ દાવાઓનો જવાબ આપતા, મેટી સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોમ્ર્સે ખોટો દાવો કર્યેા છે કે વિપક્ષી નેતાની કેટલીક પોસ્ટસ મંત્રાલય દ્રારા બ્લોક કરવામાં આવી હતી. મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે, એ સ્પષ્ટ્ર કરવામાં આવે છે કે મેટાનો આ કાર્યવાહી સાથે કોઈ સંબધં નથી. આ પ્લેટફોર્મની આંતરિક સિસ્ટમ દ્રારા ભૂલથી પોસ્ટને બ્લોક કરવા માટે લેગ કરવામાં આવી હતી, જે હવે પુન:સ્થાપિત કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application