BREAKING NEWS

જામનગર : પ્રદર્શન મેદાનમાં યોજાયેલ લોકમેળામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ

  • October 08, 2025 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પ્રદર્શન મેદાનમાં યોજાયેલા લોકમેળામાં ઓફલાઇન ટેન્ડર હરાજી આવેલ, કોર્પોરેશનને ૨ કરોડ, ૭ લાખ, ૮૫ હજાર, ૨૪૨ની આવક થયેલ તેવી જાહેરાત કરાઇ હતી, પરંતુ જામ્યુકોની તિજોરીમાં ૧.૬૬ કરોડ જમા થયા હતા અને રૂ. ૪૧ લાખ જમા થયેલ નથી એવું અમને જાણવા મળેલ છે.


 પ્રાઇવેટ પેઢીની જેમ નિયમ વિરુઘ્ધ ચેક લઇ લેવામાં આવે છે, કોર્પોરેશન પ્લોટ ધારકો પાસેથી ડીમાન્ડ ડ્રાફટ લઇ શકે, ચેક ન લઇ શકે આ અંગે મહાપાલીકાના સામાન્ય કર્મચારી અને કલાર્ક ઉપર જવાબદારી ઢોળીને ભીનુ સંકેલવા કાર્યવાહી કરવામાં આવે છે, જામ્યુકો દ્વારા મોટા મગરમચ્છને બચાવીને નાની માછલીને ફસાવી દેવા ષડયંત્ર કરવામાં આવ્યું છે.


આ અંગે ઘટતુ કરવાની માંગ વિપક્ષી નેતા ધવલ સુરેશભાઇ નંદા અને કોંગ્રેસના શહેર પ્રમુખ દીગુભા જાડેજાએ કરી હતી, આજે કોંગ્રેસના કાર્યકરોએ ટેડીબેર, મોટરકાર તથા અન્ય રમકડાઓ પણ આંદોલનમાં લાવ્યા હતાં અને સતાધીશોને મેળાના રમકડા ભેટમાં આપ્યા હતાં. આ અંગે આવેદનપત્ર મેયરને ઉદેશીને આપવામાં આવ્યુ  છે જેમાં મુખ્ય ક્ધટ્રોલીંગ અધિકારીને બચાવવા પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે, તાત્કાલીક તેને ડીસમીસ નહીં કરાય તો સત્તા પક્ષ સામે ઉગ્ર ધરણા અને આંદોલનની જરૂર પડશે તેમ જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં વિપક્ષી નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા, મહિલા કોંગ્રેસના અગ્રણી સહારા મકવાણા, કોર્પોરેટર રચના નંદાણીયા, કાસમભાઇ જોખીયા, પુર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ સહિતના હાજર રહયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application