છેલ્લા કેટલાક દિવસોથી સંસદમાં અદાણી સાથે જોડાયેલા મુદ્દાઓ ચર્ચામાં છે. આ અંગે રાજકીય વર્તુળોમાં આક્ષેપ–પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. સંસદમાં વિરોધ પક્ષોના નેતાઓ અદાણી મુદ્દે સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે અને તપાસની માંગ કરી રહ્યા છે. આજે ફરી એકવાર વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કયુ હતું. આ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી, સાંસદ પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો. બધાએ જેકેટ પહેયુ હતું. તેના પર લખ્યું હતું 'અદાણી અને મોદી એક છે'.
વિપક્ષ અબજોપતિ ગૌતમ અદાણી સામેના આરોપોની સંયુકત સંસદીય સમિતિ (જેપીસી) તપાસની માંગ કરી રહ્યો છે, જેમને યુએસ પ્રોસિકયુટર્સ દ્રારા લાંચની છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી અને તેમની સાંસદ બહેન પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના સાંસદોએ આજે સંસદ સંકુલમાં વિરોધ કર્યેા હતો.
આ દરમિયાન અદાણી મુદ્દે વિરોધ કરવા માટે એક ખાસ જેકેટ પહેરીને જોવા મળ્યા હતા, જેની પાછળ લખેલું છે કે, 'મોદી અદાણી એક છે, અદાણી સુરક્ષિત છે.' યાં એક તરફ વિરોધ કરી રહેલા સાંસદો જેકેટ પહેરેલા જોવા મળ્યા તો બીજી તરફ રાહત્પલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા. હંમેશની જેમ રાહત્પલ સફેદ ટી–શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા હતા પરંતુ ટી–શર્ટની પાછળની બાજુએ એ જ સ્લોગન લખેલું જોવા મળ્યું, જે અન્ય નેતાઓના જેકેટ પર લખેલું હતું.
કોંગ્રેસના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શનમાં સપાની સાથે તૃણમૂલ કોંગ્રેસે પણ ભાગ લીધો ન હતો. સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા રાહત્પલ ગાંધીએ કહ્યું કે 'મોદીજી અદાણીની તપાસ કરાવી શકતા નથી. કારણ કે જો તેઓ આમ કરશે તો તેમની પણ તપાસ થશે. મોદી અને અદાણી એક છે. અદાણી મહાભિયોગ મુદ્દે સંસદ સંકુલમાં અનેક ઈન્ડિયા બ્લોક પાર્ટીઓના નેતાઓએ વિરોધ કર્યેા હતો અને આ મામલે સંયુકત સંસદીય તપાસ (જેપીસી)ને આહ્વાહન કયુ હતું. કોંગ્રેસ, આપ, આરજેડી, શિવસેના (યુબીટી), ડીએમકે અને ડાબેરી પક્ષોના સાંસદોએ તેમની માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંસદ સંકુલમાં 'મોદી–અદાણી એક છે' એવા બેનરો લગાવ્યા હતા. જો કે ટીએમસીએ વિપક્ષના વિરોધ પ્રદર્શનથી પોતાને દૂર રાખ્યા હતા.
કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, 'અમેરિકન કોર્ટે કહ્યું છે કે ભારતમાં ભ્રષ્ટ્રાચાર થયો છે પરંતુ સરકાર સંસદમાં તેની ચર્ચા કરવા તૈયાર નથી. અદાણીનું નામ લેતા જ વાત બધં થઈ જાય છે. એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ. યુએસ પ્રોસિકયુટર્સે અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી અને કંપનીના અન્ય અધિકારીઓને લાંચ અને છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવ્યા પછી કોંગ્રેસ અને અન્ય કેટલાક વિરોધ પક્ષો આરોપોની તપાસ માટે સંયુકત સંસદીય સમિતિની માંગ કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધીએ તાજેતરમાં આ મામલે ઉધોગપતિ ગૌતમ અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech