BREAKING NEWS

સાહેબ... ઘણી બધી દીકરીઓના નિહાકા આખી સરકારને લાગવાના...!: હવે જેની ઠુંમરે પોસ્ટ કરી

  • November 07, 2025 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતના રાજકારણનુ એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લામાં પીઢ અને દિગ્ગજ નેતાઓ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતા જોવા મળે છે. થોડા સમય પેહલા અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ એવા કિશોર કાનાણીના લેટરપેડ પર વાઇરલ થયેલા લખાણો પછી થયેલી પોલીસ કાર્યવાહીમાં એક નિર્દોષ દીકરીની ધરપકડ ધોળા દિવસે જાહેર રસ્તા પર વરઘોડો જેવી અનેક ઘટનાઓ બનતા વર્તમાન સતાધારી નેતાઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે અમરેલી ભાજપના જૂથવાદનું રાજકારણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાતું જોવા મળ્યું હતુ.


આ બાબતે કોંગ્રેસ દ્રારા પણ આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. હાલ થોડા દિવસ પેહલા સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે આમ આદમી પાર્ટીની કિસાન 
મહાપંચાયત યોજાઈ હતી. દેશમાં લોકશાહી હોવાથી પોતાની પસંદગી મુજબની પાર્ટીની સભામાં લોકો જાય તે સ્વાભાવિક હોવાથી લોકો પોતાની ઇચ્છા અનુસાર આ સભામાં સમગ્ર સૌરાષ્ટ્ર્રમાંથી લોકો તેમાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. તેમાં અમરેલી તાલુકાના લોકો સાથે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીના ગામ લાલાવદરથી પણ ઘણા લોકો આ સભામાં ગયા હોવાથી તાલુકા ભાજપ પ્રમુખની મગજ છટક્યો હોવાથી તેને તેમાં ગયેલા લોકોને ફોન પર બેફામ આપશબ્દો આપતો અને જાતિનું અપમાન થાય તેવા શબ્દો ઉચ્ચારતો ઓડિયો વાઇરલ થયા હતા.


આ ઓડિયો વાઇરલ થતા જ દલિત સમાજમાં રોષ ફાટ્યો હતો અને અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ સામે જાતિ અપમાનનો ગુનો નોંધવા કાર્યવાહી થતા તેને ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા બાદ સોશ્યલ મોડિયા પર ભાજપના દિગ્ગજ પીઢ નેતા એવા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્રારા દીકરીના નિહાપા... લાગ્યા તેવી કટાક્ષ વાળી પોસ્ટ મુકવામાં આવતા અમરેલીમાં ફરી રાજકીય માહોલ ગરમાયો હતો. આ પોસ્ટ બાદ કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુંમ્મર દ્રારા પણ સોશ્યલ મીડિયામાં સાહેબ, ઘણી બધી દીકરીઓના નિહાકા આખી સરકારને લાગવાના...!  આવી પોસ્ટ મુકવામાં આવતા આ દિકરી કોણ તેવી ચર્ચા સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી ત્યારે લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ અમરેલીમાં ભૂતકાળમાં જે લેટરકાંડ થયો હતો અને તેમાં જે નિર્દોષ કુંવારી દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.


આ સમગ્ર કાંડનું મૂળ એ અમરેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો તાલુકા ભાજપ પ્રમુખનુ પદ મેળવવા માટેનો જૂથવાદ હતો. એ જૂથવાદ ની રેસમાં હાલના ફરાર આરોપી એવા તાલુકા ભાજપ ના પ્રમુખ ચેતન ધાનાણીને શિરે તાજ આવ્યો હતો અને રેસના બીજા નેતા દ્રારા લેટરકાંડ વાળી ઘટના સામે આવતા આખો ધારાસભ્ય, નાયબ મુખ્ય દંડક અને હાલના મંત્રી સામે એક નવો મોરચો ઉભો થયો હતો અને એક દીકરીના નામ પર રાજનીતિ એ રગં પકડ્યો હતો. આ સમગ્ર ઘટનાના મૂળમાં આ તાલુકા ભાજપ પ્રમુખનું પદ જવાબદાર હતું. અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને એક ત્રણ શબ્દોની પોસ્ટ એ સમગ્ર જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે અને ફરી અમરેલી ભાજપમાં નવા-જૂની ભાજપની જુથબંધી હોય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. આ બાબતે હવે આગળ જતા કઈ નવા જૂની થાય તો નવી નવાઈ નહિ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application