BREAKING NEWS

જૂનાગઢ તાલુકાના ખડિયા ગામે કેમિકલયુકત કૃત્રિમ દૂધનું ષડયંત્ર

  • August 17, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ તાલુકા પોલીસે ખડીયા ગામે મકાનમાં દરોડો પાડી ૬૦ લીટર કેમિકલ યુકત દૂધ સાથે યુવકને ઝડપી લીધો હતો. સ્થળ પરથી પામોલીન તેલના ત્રણ ડબ્બા, મિલ્ક પાવડર ઝડપાયું હતું પોલીસે ભેળસેળયુકત દૂધનો નાશ કર્યેા હતો. જોકે સમગ્ર મામલે ફડ એન્ડ ડ્રગ વિભાગ ઐંઘતું ઝડપાયું છે .પોલીસની કાર્યવાહી બાદ ફડ વિભાગે સેમ્પલ મેળવી ચકાસણીની કાર્યવાહી  હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લ ામાં ભેળસેળ યુકત ચીજોનુ પુષ્કળ વેચાણ થઈ રહ્યું છે. પરંતુ ફડ એન્ડ ડ્રગ વિભાગ દ્રારા કોઈ કાર્યવાહી થતી નથી. તાલુકા પી.આઈ ગગનીયા, પીએસઆઇ સોનરાત સહિતની ટીમે ખડિયા ગામે હનુમાનપરા વિસ્તારમાં રહેતા જયદીપ હરશુખ ભેડા ના મકાનમાં દરોડો પાડો હતો સ્થળ પરથી ૬૦ લીટર ભેળસેળયુકત દૂધ, પામોલીન તેલના ત્રણ ડબ્બા અને મિલ્ક પાવડર મળી આવ્યા હતા. પોલીસે ફડ વિભાગને જાણ કરતા ફડ સેટી ઓફિસર ત્રિવેદી સહિતની ટીમે સ્થળ પર પહોંચી કેમિકલ યુકત દૂધ નું સેમ્પલ, પામોલીન તેલ અને મિલ્ક પાવડર નો જથ્થો કબજે કર્યેા હતો. યારે ભેળસેળયુકત દૂધનો નાશ કર્યેા હતો. ઝડપાયેલ મુદ્દા માલ ને લેબોરેટરીમાં વધુ ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે.
જૂનાગઢ શહેર જિલ્લ ામાં નિયમને નેવે મૂકી અખાધ પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ફડ તત્રં માત્ર ગણ્યા ગાંઠયા સમયે અને સ્થળે ડ્રાઇવ કરે છે. અગાઉ આમ આદમી પાર્ટી દ્રારા ડુપ્લીકેટ દૂધ ઝડપી લીધું હતું ત્યારબાદ ફડ વિભાગે તેના સેમ્પલને ચકાસણી માટે મોકલ્યું હતું પરંતુ તેનો રિપોર્ટ શું આવ્યો તે અંગે કોઈ ફોડ પડાયો નથી. તાલુકા પોલીસે ડુપ્લીકેટ દૂધ ઝડપ્યું ફડ વિભાગની કાર્યવાહી પોલીસે કરવી પડી રહી છે. નિયમિત ચેકિંગના અભાવે લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે જેથી તત્રં કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application