ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ અને સબ-ઈન્સ્પેક્ટર પીએસઆઈ સહિતનાં પદો પર ભરતી માટે કલર બ્લાઈન્ડનેસના આધારે ઉમેદવારને ગેરલાયક ઠેરવવા અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સંબંધિત ભરતીના નિયમોમાં રંગ પારખવાની ક્ષમતામાં ખામી ધરાવતા ઉમેદવારને ગેરલાયક ઠેરવવાની સ્પષ્ટ જોગવાઈ ન હોય તો માત્ર આ કારણસર તેની નિમણૂક નકારી શકાય નહીં. આ ચુકાદાી પોલીસ ભરતીમાં કલર વિઝન ડેફિશિયન્સી ધરાવતા ઉમેદવારો માટે કાયદાકીય રાહતનો માર્ગ ખુલ્યો છે.
જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની સિંગલ બેન્ચે અરજદાર સૈયદ ખુર્શીદ અહેમદ સાદઅહેમદની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્દેશ આપ્યો હતો. અરજદારને કલર બ્લાઈન્ડનેસ અંગેના તબીબી અહેવાલના આધારે
(અનુ. સાતમાં પાને)અનઆર્મ્ડ લોકરક્ષક (પુરુષ)ના પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ નિર્ણયને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે અરજદારને આર્મ્ડ અવા અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલના પદ પર તાત્કાલિક નિમણૂક આપવાનો આદેશ કર્યો હતો.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વર્ષ ૨૦૧૮ના ડિવિઝન બેન્ચના ચુકાદા ઉપરાંત સુપ્રીમ કોર્ટના યુનિયન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ સત્ય પ્રકાશ વરિષ્ઠ કેસના ચુકાદાનો પણ સંદર્ભ લીધો હતો. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કલર બ્લાઈન્ડનેસ ન હોવાની શરત ડ્રાઈવરો અને ટ્રાફિક સ્ટાફ જેવી ચોક્કસ કેટેગરી માટે લાગુ પડે છે, પરંતુ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એક્ઝિક્યુટિવ સબ-ઈન્સ્પેક્ટર માટે સંબંધિત જોગવાઈમાં આવી શરત ની.
હાઈકોર્ટે અરજદારની સિનિયોરિટી તેમના સમકક્ષ ઉમેદવારોની નિમણૂક ઈ હતી તે તારીખી ગણવાનો આદેશ આપ્યો છે. જોકે, ભૂતકાળના સમયગાળાનો પગાર એટલે કે બેકવેજીસ મળશે નહીં. આ સમયગાળો નોશનલ ગણાશે, પરંતુ ભવિષ્યના પગારની ગણતરી મૂળ નિમણૂકની તારીખના આધારે શે. ભરતીના નિયમોમાં સ્પષ્ટ મનાઈ વિના તબીબી ખામીને આધારે ઉમેદવારને ગેરલાયક ઠેરવી શકાય નહીં.