BREAKING NEWS

જામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી અને તેના મિત્ર પર હુમલો

  • November 05, 2025 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના હિમાલય સોસાયટી વિસ્તારમાં ગઇકાલે જુની માથાકુટ બાબતનું સમાધાન કરવા માટે બોલાવીને ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી અને તેના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ૩ શખ્સ સહિત ૧૧ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. 


જામનગરના વુલનમીલ પાસે ડીફેન્સ કોલોની પ્લોટ નં. ૮૯ ખાતે રહેતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી બાબુ દેવાભાઇ કનારા (ઉ.વ.૩૫)એ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના સુનિલ ભાટીયા, મયુર ભાટીયા, દર્શન ભાટીયા તથા અજાણ્યા ૮ જેટલા ઇસમો સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


આ અંગેની ફરીયાદની વિગત મુજબ સાહેદ ભાવેશભાઇ માડમને આરોપી સુનિલ ભાટીયા તથા મયલો ભાટીયા, દર્શન ભાટીયા સાથે જુની માથાકુટ બાબતે સમાધાન માટે બોલાવેલ હોય, ત્યાં ફરીયાદી તથા તેના મિત્ર ભાવેશભાઇ સાથે ગયા હતા.


ગઇકાલે હિમાલય સોસાયટી શેરી નં. ૨, ફરીયાદીના ઘર પાસે ત્રણેય શખ્સોએ સમાધાન કરેલ નહીં પરંતુ ફરીયાદી બાબુભાઇને સુનિલ ભાટીયાએ કપાળના ભાગે લોખંડનો પાઇપ ઝીંકી દીધો હતો અને ભાવેશ પરબતને અપશબ્દો બોલી માર મારી પાછળથી આવેલા શખ્સોએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો. 
​​​​​​​

માર માર્યા બાદ સુનિલે ફરીયાદીને ફોન પર ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી આ બનાવ અંગે બાબુભાઇ કનારા દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવતા પીએસઆઇ સીસોદીયા આ મામલે તપાસ ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application