બિઝનેસના કામે મુંબઈ જઈ રહેલા બિલ્ડર સહિત બે વ્યકિતને એરપોર્ટ ઉપર આંખની બીમારીનું કારણ આપીને પ્રવેશવા નહિ દેવા મુસાફરી નહીં કરવા દેવાની ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્રારા અંશત: મંજૂર કરી ટિકિટ ભાડું ૯% વ્યાજ સહિત પરત ચૂકવવા હુકમ કર્યેા છે.
આ અંગેની હકીકત મુજબ, કોટડા સાંગાણી ખાતે પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન સંજયભાઈ બેચરભાઇ બાંભવા અને તેના બિલ્ડર મિત્ર હિતેશભાઈ હરિભાઈ પરમાર બંને બિલ્ડીંગના પ્રોજેકટના કામ અર્થે મુંબઈ જવા ઈન્ડિગો લાઈટની મોબાઇલ એપ મારફતે ટિકિટ બુક કરાવી ઓનલાઇન ચુકવણી કરી હતી. બાદ તારીખ ૪ ૮ ૨૦૨૩ના રોજ રાજકોટથી મુંબઈ જવા માટે એરપોર્ટ ખાતે નિયત સમયે ગયા હતા ત્યાં બોડિગ પાસ પણ કઢાવી લીધા બાદ એરપોર્ટ સિકયુરિટી સ્ટાફે સંજય બાંભવાને આંખમાં સોજો હોવાથી એન્ટ્રી આપેલી ન હતી. બંનેની મુસાફરી અટકાવવામાં આવી હતી. આથી તેઓએ ટિકિટની રકમ, ધંધામાં નુકસાન ફરિયાદનો ખર્ચ મેળવવા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
આ કેસ ચાલવા પર આવતા ઈન્ડિગોના રાજકોટના મેનેજરને નોટિસની બજવણી થવા છતાં તેમજ મુદતો આપવા છતાં અદાલત સમક્ષ હાજર રહેવા જવાબ આપવા કે પુરાવો રજૂ કરવાની તસ્દી લીધી ન હતી, તેથી કેસ ગુણદોષ ઉપર ચલાવાનો હત્પકમ કર્યેા છે. બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્રારા કરવામાં આવેલી લેખિત મૌખિક રજૂઆતો બાદ ગ્રાહક ફોરમ દ્રારા ફરીયાદ આંશિક મંજૂર કરવામાં આવી છે. જેમાં ટિકિટ પેટે ૭૬૧૪ પિયા ૯% ના વ્યાજ સહિત ચૂકવી આપવા તેમજ શારીરિક માનસિક દુ:ખ ત્રાસના વળતર પેટે ૨૦૦૦ અને ફરિયાદનો ખર્ચ ૧૦૦૦ એક માસમાં ચૂકવી આપવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્રારા હત્પકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી વકીલ એમ.આર. માટીયા રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech