BREAKING NEWS

મોરબીમાં દુકાનની બારીના સળિયા તોડી ૧.૮૦ લાખના કોપર વાયરની ચોરી

  • August 26, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ઘુંટું રોડ પર આવેલી એ.સી. રિપેરિંગની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. બધં દુકાનની પાછળની બારીના લોખંડના સળિયા તોડી અંદર ઘૂસેલા તસ્કરો આશરે ૧૦૦ કિલો જેટલો કિંમતી કોપર વાયર ચોરીને ફરાર થઈ ગયા છે, જેની બજાર કિંમત રૂા. ૧,૮૦,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભોવનભાઈ પટેલ (ઉ.વ.૪૨)એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ડાયમડં રેફ્રીજરેશન નામની દુકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે બધં દુકાનની પાછળ આવેલ લોખંડની બારીના સળીયા તોડી ચોરી કરવાના ગુન્હાહીત ઇરાદે પ્રવેશ કરી દુકાનમાં રહેલ નવા શુધ્ધ કોપર વાયરના ફીંડલા તથા નાના–મોટા કોપર વાયરના ટુકડા મળી અંદાજે ૧૦૦ કીલો કોપર વાયર (કેલબ તથા સુધ્ધ કોપર વાયર) કી.રૂા. ૧, ૮૦,૦૦૦ કોપર વાયરકેબલ વાયરની ચોરી કરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application