BREAKING NEWS

ભુણાવા રામ પ્રોટીન્સ કારખાનામાંથી ૧.૮૦ લાખના કોપર વાયરની ચોરી

  • February 20, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનિયન બેન્કની એસિડ રિકવરી શાખા દ્રારા કબજે કરાયેલ કંપનીમાં ફિટિંગ કરેલી ૪૨ ફૂટની ૨૭ નગં વાયર બુચ બાર તેમજ કોપર વાયર ઉઠાવી જતા ફરિયા

ગોંડલ તાલુકાના લુણાવા નજીક શ્રીરામ પ્રોટીન્સ કારખાનામાં યુનિયન બેન્ક ની એસેટ રિકવરી શાખા દ્રારા કબજે કરેલ કંપની માંથી કોઈ અજાણ્યા શકશો દિવાલ માં લગાવેલ ૪૨ ફટની કોપર વાયર ૨૭ નગં તેમજ વાયર બુચ બાર સહિત ૧.૮૦ લાખ ની ચોરી કરી લઈ ગયા ની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટની યુનિયન બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવીનભાઇ સુરજભાન વર્મા જાતે સોની ઉવ ૪૧ રહે રાજકોટ સીલપન વીલા ફલેટ નં ૩૦૨ બ્લોક ઇ આયુ સી એલ ની સામે મુળ નીવાસી વસંતવિહાર કરનાલ વાળાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી યુનીયન બેંક ઓફ ઇન્ડીયામા રાજકોટ એસેટરી રીકવરી શાખામા ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું અને ગઇ તારીખ ૧૦૦૨૨૦૨૬ ના રોજ તેમના કબજા હેઠળની ફેકટરી શ્રીરામ પ્રોટીન્સ લીમીટેડ યુની ટ સર્વે નં ૫૪ ભુણાવા વાળી કંપની ના માલીક લલીતભાઇ વસોયાએ જાણ કરેલ કે મારી કંપની મા કોઇએ શટર તોડી અંદર પ્રવેશ કરી કંપનીનો ઇલેકટ્રીક વાયર આશરે ૧૫૦ મીટર જેટલો કાપીને ચોરી કરીને લઇ ગયેલછે.
આ કંપનીએ શ્રી રામ પ્રોટીન્સ એ અમારી બેંકમાથી લોન લીધેલ હતી અને આ લોન કંપનીએ ભરેલ નહીં એટલે આ કંપનીનો કબ્જો અમોએ સંભાળી લીધેલ હોય અને આ બેંક વતી એસેટ રીકવરી શાખાનુ કામ ફરિયાદી સંભાળતા હોય છે.
આ કંપનીમા ટ્રુ વેલ્યુ સીકયુરીટી કંપનીને અમે સીકયુરીટીનુ કામ સોંપેલ હતુ તે દીવસે કંપનીએ આવેલ અને સીકયુરીટીના માણસો વીગેરે સાથે જોયેલ તો આ કંપનીમા ફીટીંગ કરવામા આવેલ કોપર વાયરની ચોરી થયેલનુ જાણવા મળેલ અને જોયુતો આ કોપરનો વાયર આશરે ૨૭ મોટા વાયર જે ઉપરથી નીચે સુધી આવતી હતી તે આશરે ૪૨ ફુટની એક એવા ૨૭ વાયર કપાયેલ હાલતમા જોવા મળેલ અને બીજી કોપર વાયરના બુસ બાર પણ જોવા મળેલ નહી. આ વાયર ચોરી થયેલનુ જાણવા મળેલ અને આ બાબતે અમે સીકયુરીટી ના માણસો રાખેલા તેને પુછતા એક સીકયુ રીટીના માણસ એ અમને જણાવેલ કે તારીખ ૩૧૦૧૨૦૨૬ સુધી આ વાયર સહી સલામત હતા તેવુ અમને જણાવેલ હતુ પછી અમે આજુ બાજુમાં તપાસ કરતા કાઈ હકીકત જાણવા મળેલ નહી.
૩૦૦૧૨૦૨૬ ના રોજ રાત્રે અથવા તેના આગલા દીવસોમા કોઇએ કંપનીમા કોઇ અજાણ્યા મા ણસએ અંદર પ્રવેશ કરી કંપનીમા ફીટીંગ કરેલ કોપર વાયર આશરે ૪૨ ફુટની એક એવા ૨૭ વાયર જેની સાઇઝ ૧૦૦ એમ એમ છે જેની આશરે કીંમત  ૧૫૦,૦૦૦ થી ૧૮૦,૦૦૦જેટલી કીંમતના કોપર વાયર તથા વાયરના બુસ બાર કટર જેવા હથિયાર થી કાપીને ચોરી કરી લઈ ગયેલ હોઇ આ ચોરી કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જે અંગે વધુ તપાસ રવિરાજસિંહ મહાવીરસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application