ગુજરાતમાં કોરોનાના આંકડા ચિંતાજનક! અમદાવાદમાં ગતિ પકડી, આરોગ્ય તંત્ર દ્વારા સતર્ક રહેવા સૂચના

  • May 27, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એકવાર માથું ઊંચકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.


મળતી માહિતી મુજબ નવા નોંધાયેલા 17 કેસ પૈકી બે દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. આ આંકડો અમદાવાદમાં કોરોનાની ગતિમાં આવેલા ઉછાળાને સ્પષ્ટ દર્શાવે છે.


રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. લોકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં વધુ વધારો ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.


રાજકોટમાં અત્યાર સુધીના કુલ સક્રિય કેસનો આંકડો 5 પર પહોંચી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે, તમામ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે. છેલ્લા 8 દિવસમાં રાજકોટમાં કોરોનાના કુલ 5 દર્દી નોંધાયા છે, જેમાંથી 1 સ્વસ્થ છે અને બાકીના 4 હોમ આઈસોલેશનમાં છે.

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 8 ટેસ્ટમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ 8 ટેસ્ટમાં 6 RTPCR અને 2 RAT ટેસ્ટનો સમાવેશ થાય છે. અગાઉ જિલ્લામાં 1 એક્ટિવ કેસ હતો. નવા 2 કેસ ઉમેરાતા હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ ગઈ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application