BREAKING NEWS

કોર્પોરેટ હોસ્પિટલોમાં એક બેડથી વાર્ષિક અધધ...૫૫ લાખ રૂપિયા સુધીની કમાણી

  • October 06, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના પાંચ મોટા પ્રાઇવેટ હોસ્પિટલોમાં એક બેડ માટે દર્દીઓ પાસેથી રોજ સરેરાશ ૬૨ હજારથી ૭૩ હજાર રૂપિયા સુધીનું બિલ વસૂલવામાં આવી રહ્યું છે. ટેકસ, વ્યાજ અને સંચાલન ખર્ચ નીકળ્યા બાદ પણ દરેક બેડથી રોજની કમાણી ૯.૪ હજારથી ૧૧.૪ હજાર રૂપિયા સુધીની થાય છે. 'જન સ્વાસ્થ્ય અભિયાન' દ્વારા યોજવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. અભિયાનના કાર્યકર્તાઓએ સોમવારે આરોગ્ય સેવાઓમાં ચાલી રહેલી આ અસહ્ય મોંઘવારી અને મનમાની પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અભિયાનના રિપોર્ટ મુજબ, દેશની મોટી હોસ્પિટલોનું નેટવર્ક છપ્પરફાડ કમાણી કરી રહ્યું છે. પ્રભાવી અસ્પતાલોમાં પ્રતિ બેડ રેવન્યુ રોજિંા સરેરાશ ૭૭,૮૦૦ રૂપિયા અને ૬૮,૮૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે, જ્યારે ચોખ્ખો નફો પ્રતિ બેડ વાર્ષિક ૫૫.૮ લાખ રૂપિયા અને ૩૭.૯ લાખ રૂપિયા સુધી નોંધાયો છે. આ હોસ્પિટલો ઊંચા ટાર્ગેટ સાથે કામ કરી રહી છે. જન સ્વાસ્થ્ય અભિયાનના સહ-સહાયક ડો. ગોપકુમારે જણાવ્યું હતું કે, પ્રભાવી નિયમન કાયદાના અભાવે દેશમાં હોસ્પિટલો મનફાવે તેમ નાણાં વસૂલી રહી છે. એક પ્રેસ રિપોર્ટના આધારે તેમણે ખુલાસો કર્યો કે, એક રૂપિયામાં ખરીદલી દવા કે સર્જિકલ સોય હોસ્પિટલની ફાર્મસીમાં ચારથી બાવન ગણા સુધીના ભારે નફા સાથે દર્દીઓને વેચવામાં આવે છે. દવા અને ઇલાજની સામગ્રી (કન્ઝ્યુમેબલ્સ)ની ખરીદીમાં પણ મોટો ફેરફાર જોવા મળે છે. હોસ્પિટલો દર્દીઓને માત્ર પોતાની જ ફાર્મસીમાંથી દવા અને સામાન ખરીદવા માટે મજબૂર કરે છે, જેમાં અતિશય ભારે માર્જિન વસૂલવામાં આવે છે. દાખલા તરીકે, સર્જિકલ સેટ (ખરીદ કિંમત રૂ.૦.૬૩) દર્દીઓને ચાર રૂપિયામાં એટલે કે ૫૩૫ ટકા માર્જિન સાથે વેચવામાં આવે છે, જ્યારે આઈસીયુ સેટ (ખરીદ કિંમત રૂ. ૧૧.૫) પર ૧,૨૭૯ ટકા અને પીપીઈ કિટ (ખરીદ કિંમત રૂ.૧૭૫) પર ૨૪૩ ટકા સુધીનું માર્જિન લેવામાં આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી દવાઓ અને ઈન્જેક્શન પર સેંકડો ટકા નફો વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં કર્ણાટકમાં ગ્લુકોમા (ક્રિટિકેર) ઇન્જેક્શન જે ૯૬ રૂપિયામાં ખરીદવામાં આવે છે, તે દર્દીઓને ૪,૫૨૮ રૂપિયામાં (૪૪.૪૩ ગણા નફા સાથે ૪,૪૧૬ ટકા માર્જિન) વેચવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હાઈડ્રોકિસઝાઈન હાઈડ્રોકલોરાઈડ ઈ-ન્જેકશન (900 એમજી) જે ૧૮૧ રૂપિયામાં ખરીદાય છે, તે ૯૫૦ રૂપિયામાં વેચાય છે (૪૨૩ ટકા માર્જિન). કોલિસ્ટિમેથેટ સોડિયમ ઈન્જેક્શન (૪.૫ એમજી) ૭૧૫ રૂપિયાથી વધારીને ૫,૩૮૫ રૂપિયામાં (૬૫૩ ટકા માર્જિન) અને પેરેસિટામોલ ઈન્જેક્શન ૩૩ રૂપિયાથી વધારીને ૪૦૮ રૂપિયામાં (૧,૧૪૫ ટકા માર્જિન) આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application