આવાસ યોજનામાં પડતી મુશ્કેલીઓ અને સ્વચ્છતાના મુદે નગરસેવિકાએ પગલા લેવા માંગણી કરી
જામનગર શહેરમાં ઓગષ્ટ માસમાં સાતમ-આઠમના તહેવારો દરમ્યાન શહેરમાં વરસાદી પાણી અને પુરના પાણી ઘુસી જતાં ભારે નુકશાન થયું હતું, કેટલાક લોકોને કેશડોલ્સથી રકમ ચુકવવામાં આવી હતી, પરંતુ હજુ કેટલાક અસરગ્રસ્તોને આ રકમ મળી નથી, આ અંગે ઘટતું કરવા રચના નંદાણીયાએ એસડીએમ સમક્ષ માંગણી કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે, તા.27 ઓગષ્ટના રોજ અતિ ભારે વરસાદ પડવાના કારણે વોર્ડ નં.1, 4, 10, 11, 12 અને 16માં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના જાનમાલ અને ઘરવખરીને ભારે નુકશાન થયું હતું, ત્યારબાદ સર્વે કરીને કેટલાક અસરગ્રસ્તોને રકમ ચુકવવામાં આવી હતી, પરંતુ હજુ કેટલાકને રકમ મળી નથી, ફોર્મ ભયર્િ હોવા છતાં પણ સહાય મળી નથી જયારે આ અંગે એસડીએમને એક આવેદનપત્ર આપીને તાત્કાલીક અસરથી બાકી રહેલાઓને સહાય ચુકવવા માંગણી કરી છે.
આ ઉપરાંત હાપામાં આવેલા આવાસમાં પાણી, ભૂગર્ભ ગટરની વધુ સુવિધાની જર છે, ત્યાં તાત્કાલીક અસરથી સુવિધા આપવાની માંગણી કરી છે ત્યારે કેટલાક આવાસોની પાસે ગંદકીના થર જામ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા માટે કોઇ પ્રયાસો કરવામાં આવતા નથી આ અંગે પણ તાત્કાલીક ઘટતું કરવાની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech