હાપા માર્કેટીંગ યાર્ડમાં બુધવારના રોજ મગફળીની આવકને બ્રેક મારવામાં આવી હતી જયારે સૌથી વધુ આવક કપાસની થવા પામી હતી જે ૧૦૯૭૦ મણ ઠલવાયો હતો જયારે ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો સૌથી વધુ ભાવ કાળા તલનો મણના ૫૦૦૦ થી ૫૨૦૦ સુધી બોલાયા હતા જયારે લાલા મચરાનો ભાવ ૧૦૦૦ થી ૩૩૪૦ રહેવા પામ્યો હતો.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૪૪૫ થી ૫૦૦, ઘઉં ૪૭૦ થી ૫૪૬, મગ ૧૧૦૦ થી ૧૨૯૦, અળદ ૭૫૫ થી ૧૧૯૫, તુવેર ૧૧૩૫ થી ૧૨૭૫, ચોળી ૧૦૦ થી ૩૦૦, મેથી ૮૦૦ થી ૧૦૭૬, મકાઇ ૨૦૦ થી ૪૦૦, ચણા ૯૦૦ થી ૧૦૮૪, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૬૨૫, મગફળી જીણી ૧૦૦૦ થી ૧૪૦૦, મગફળી જાડી ૯૦૦ થી ૧૩૩૦, મગફળી ૬૬ નં. ૧૦૦૦ થી ૧૪૮૦, મગફળી ૯ નંબર ૧૧૦૦ થી ૧૬૩૫, એરંડા ૧૦૦૦ થી ૧૩૩૨, તલી ૧૦૦૦ થી ૨૪૩૫, રાયડો ૯૫૦ થી ૧૦૮૦, રાય ૧૧૦૦ થી ૧૬૬૦, લસણ ૫૨૦ થી ૧૦૦૫, કપાસ ૯૦૦ થી ૧૫૪૦, જીરૂ ૩૪૦૦ થી ૩૯૭૫, અજમો ૧૨૦૦ થી ૩૨૬૫, અજમાની ભૂસી ૩૦ થી ૧૮૪૫, ધાણા ૧૩૦૦ થી ૧૮૩૫, સોયાબીન ૭૦૦ થી ૮૮૫, વટાણા ૯૦૦ થી ૧૧૩૦, રાજમાં ૨૫૦ થી ૯૦૦ સુધીના ભાવ બોલાયા હતા બુધવાર કુલ જણસ ૨૩૦૬૬ મણ ગુણી ૮૭૩૯ જે ૮૫૧ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે કાળા તલ બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે મરચા નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.