હાપા માર્કેટીંગ યાર્ડમાં સપ્તાહના અંતિમ દિવસે શનિવારે કપાસની મબલક આવક થવા પામી છે કુલ જણસ ગુણી ૬૨૩૭માંથી ૩૩૩૧ ગુણી ફકત કપાસની જ નોંધાઇ હતી શનિવારે કુલ ૧૧ અલગ અલગ જણસીની આવક નોંધાઇ હતી જે પૈકી વ્હાઇટ ગોલ્ડ કપાસની આવક અવ્વલ નંબરે રહેવા પામી હતી.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો ઘઉં ૪૦૦ થી ૫૪૫, અળદ ૧૦૦૦ થી ૧૩૨૦, વાલ ૭૦૦ થી ૯૯૦, ચણા ૯૦૦ થી ૧૦૭૦, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૮૦૦, મગફળી જીણી ૧૧૦૦ થી ૧૪૩૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૩૪૦, મગફળી ૬૬ નં. ૧૧૦૦ થી ૧૪૬૦, મગફળી ૯ નંબર ૧૧૦૦ થી ૧૫૦૦, એરંડા ૯૦૦ થી ૧૨૩૪, લસણ ૯૦૦ થી ૧૮૦૫, જીરૂ ૩૦૦૦ થી ૪૧૩૦, અજમો ૧૫૦૦ થી ૩૫૫૫, અજમાની ભૂસી ૫૦ થી ૨૨૨૦, ધાણા ૧૮૦૦ થી ૨૨૫૦, મરચા ૨૫૦ થી ૪૦૫૦, સોયાબીન ૭૦૦ થી ૯૧૫, વટાણા ૭૦૦ થી ૯૦૦ સુધીના ભાવ બોલાયા હતા.
શનિવાર કુલ જણસ ૧૬૨૧૮ મણ ગુણી ૬૨૩૭ જે ૯૨૩ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે મરચા અને ત્રીજા ક્રમાંકે અજમો નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.