હાપા માર્કેટીંગ યાર્ડમાં સપ્તાહના પ્રારંભે મગફળીની મબલક આવક થયા બાદ મગફળીની આવકમાં યાર્ડ દ્વારા બ્રેક મારવામાં આવી હતી બુધ અને ગુરૂ બે દિવસમાં કપાસની કુલ ૨૪૨૫૮ મણ આવક થતા યાર્ડ કપાસની છલોછલ થઇ જવા પામ્યુ છે. આજે આવેલ આવક ૧૦૭૪૩ મણ પૈકીની ૪૨૯૭ ગુણી વેંચાણ થયેલ હતું જે ૧૭૬ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૮૦૦ થી ૮૬૦, બાજરી ૪૦૦ થી ૫૫૫, ઘઉં ૪૨૫ થી ૫૪૫, અળદ ૭૦૦ થી ૧૨૦૦, તુવેર ૫૦૦ થી ૬૬૦, ચણા ૧૦૦૦ થી ૧૦૯૯, ચણા સફેદ ૧૦૫૦ થી ૧૫૧૫, મગફળી જીણી ૧૦૦૦ થી ૧૨૫૦, મગફળી જાડી ૯૦૦ થી ૧૧૭૫, મગફળી ૬૬ નં. ૧૦૦૦ થી ૧૩૦૦, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૭૩૫, એરંડા ૧૦૦૦ થી ૧૩૧૦, તલી ૧૦૦૦ થી ૨૩૧૫, રાયડો ૧૦૫૦ થી ૧૩૦૫, લસણ ૫૨૫ થી ૧૧૮૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૧૦, જીરૂ ૩૩૦૦ થી ૩૮૮૦, અજમો ૧૦૦૦ થી ૩૩૫૫, અજમાની ભૂસી ૧૦૦૦ થી ૧૮૭૦, ધાણા ૧૪૨૦ થી ૧૬૦૦, મરચાં ૨૦૦ થી ૨૬૦૫, ડુંગળી સુકી ૩૦ થી ૨૨૦, સોયાબીન ૮૦૦ થી ૯૩૫, વટાણા ૧૦૦૦ થી ૧૪૦૦, રાજમાં ૮૦૦ થી ૧૧૭૫ સુધીના ભાવ બોલાયા હતા ગુરૂવાર કુલ જણસ ૩૧૯૦૨ મણ ગુણી ૧૨૩૦૫ જે ૮૧૦ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી નંબર રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.