જસદણના શિવરાજપુર પિતાની કરપીણ હત્યા અને પુત્ર પર જીવલેણ હુમલાની ઘટનામાં વળતી ફરિયાદ નોંધાઇ છે. જેમાં મૃતક સહિતના સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવ અંગે જસદણના શિવરાજપુર ગામે રહેતાં નારણભાઈ રાજાભાઈ મુંધવા (ઉવ.૪૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે છગન વિઠ્ઠલ ઝાપડીયા, નિલેશ છગન જાપડીયા, શૈલેષ છગન ઝાપડિયા (રહે ત્રણેય ખાંડા હડમતીયા, જસદણ), જયંતિ છના સરીયા (રહે.શિવરાજપુર, જસદણ), અને અન્ય આઠેક અજાણ્યા શખ્સોના નામ આપતા જસદણ પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે પશુપાલનનો ધંધો કરે છે. ગઈ તા.૧૨ ના રોજ સાંજના સમયે તેઓ ઘરે હાજર હતાં ત્યારે દિકરા સંજયે વાત કરેલ કે, કાળાસર ગામે લાલાભાઈ કાળાભાઇ ગમારા સાથે ભાગીદારીમાં દુધની દેરી બનાવેલ છે, ત્યાંથી દુધના ભરેલ કેન લઇને શીવરાજપુર ગામે આવતો હતો ત્યારે ખાંડા હડમતીયા ગામના રોડ ઉપર એક સ્વીફટ કાર પુરપાટ ઝડપથી રિક્ષા પાછળ આવતી હોય જેથી તેને સાઈડ આપતા સામેથી એક બાઈક આવતુ હતુ, તેની સાથે આ સ્વીફટ ભટકાતા ભટકાતા રહી ગઈ જેથી બુલેટ વાળાએ ફોરવ્હીલ કાર વાળાને અવાજ મારતા કાર ઉભી રહેલ નહી. બાદમાં આ બાબતે તકરાર થઇ હતી.
જે બાબતે સમાધાનની વાત હુમલો થતા ફરીયાદીએ પણ લાકડી, છરી અને કુંડલીવાળી લાકડી સાથે રાખી ઇકો ગાડીમા કાળીસ જવા રવાના થયેલ. આગળ દિકરા સંજયને કેરી વાહન લઈ આગળ રાખેલ જે દરમ્યાન દુરથી છગનભાઈ તથા તેના દિકરાઓ તથા બીજા માણસો સાથે ટોળુ વળીને રોડ પર લાકડીઓ તથા હથીયાર સાથે ઉભેલા જોઇ વજાએ સંજયને કેરી વાહન ફુલ સ્પીડથી ચલાવી ટોળાને વીખેરવા કહેલ જેથી સંજય ફુલ સ્પીડમા વાહન ચલાવી ટોળાને વીખેરી નાખેલ તે દરમ્યાન તેઓ ઈકો ગાડીમાથી નીચે ઉતરી દોડીને ટોળાની વચ્ચે પહોંચી ગયેલ.
જે દરમ્યાન ટોળામા આરોપીઓ લાકડી તેમજ ધારીયુ લઈ તેઓની તરફ દોડેલ અને ધારીયાનો ઘા મારી મોટેથી બોલતો હું તમને પતાવી દઈશ અને બીજા તમામ લોકો મારો મારો કરતા હતા અને તમામને પકડીને મારો તેવી બુમો પાડતા હતા, નિલેશે તેઓને જડબાના ભાગે મારી દેતા નીચે પડી ગયેલ જે જોઈ વજાએ ઉશકેરાઈ જઈ હાથમા રહેલ છરી વડે છગનભાઈને શરીર પર છરીના ઘા મારી દિધેલ અને નીલેશને પણ છરીના ઘા મારી દિધેલ અને છગનભાઈ નીચે પડી ગયેલ અને એ દરમિયાન ટોળુ તેઓની તરફ દોડતા બધા ડરી જતા ત્યાથી ભાગી ગયેલ હતાં. જે બાદ ફરીયાદીને ગંભીર ઈજા થતાં સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.