BREAKING NEWS

ભાયાવદર અને સાતવડી ગામેથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ: એક ઝબ્બે, બેની શોધ

  • October 15, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભાયાવદર અને સાતવડી ગામની સીમમાં સ્થાનિક પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી બુટલેગરને ઝડપી લીધો હતો જયારે અન્ય બે શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.


ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.સી.પરમારની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમા હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાતવડી ગામની સીમ ફુલઝર ડેમના કાંઠે જયદીપ ભાયા બઢ દેશીદારૂની ભઠ્ઠી ચલાવે છે, જે બાતમીના આધારે દરોડો પાડી જયદીપ ભાયા બઢ (રહે. મોટી પાનેલી ગૌશાળા પાસે) ને પકડી પાડી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૦૦૦ રૂ.૨૫ હજાર, દેશી દારૂ લીટર ૯૫ રૂ.૧૯ હજાર અને ભઠ્ઠીના અલગ-અલગ સાધનો મળી કુલ રૂ.૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન સાહીલ સુરેશભાઈ વાઘેલા (રહે.મોટી પાનેલી ગૌશાળા પાસે)નો નાસી છૂટતા શોધખોળ હાથ ધરી છે. .


બીજા દરોડામાં ભાયાવદર દરબારગઢ ખાતે રહેતો શિવરાજસિંહ નાનભા ચુડાસમા પોતાના મકાનમાં દેશીદારૂનું વેચાણકરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૫૦ અને ભઠ્ઠીના અલગ - અલગ સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન શિવરાજસિંહ હાજર નહીં મળી આવતા તેને ફરાર જાહેર કરી ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application