રાજકોટ શહેરમાં દેશી વિદેશી દારૂ ના ધંધાર્થીઓ પર વોચ રાખવા અને દરોડા પાડવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે ડીસીપી ક્રાઈમની સૂચનાથી શહેર ડીસીબી બ્રાન્ચના પીઆઇની સૂચનાથી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન નાના મવા રેવન્યુ સોસાયટી નજીક શંકાસ્પદ પસાર થતી ઓટો રીક્ષા ને અટકાવી તલાસી લેતા રીક્ષામાંથી 18000 ની કિંમતનો 90 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ ના ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ આર ગોંડલીયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.
આ દરમિયાન ડીસીબી ના અર્જુન ડવ,અને મયુરધ્વજસિહ જાડેજાને મળેલ બાતમીના આધારે નાના મવા રેવન્યુ સોસાયટી નજીક વોચ ગોઠવી હતી તે વેળાઈ પસાર થતી ઓટોરિક્ષા જી જે 01 એવી 912 ને અટકાવી રીક્ષા ની તલાસી લેતા રિક્ષામાંથી 90 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 18,000નો મળી આવતા દારૂ તેમજ રીક્ષા સહિત કુલ 58,000 નો મુદ્દામાલ કબજે કરી રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા રીક્ષા ચાલકની પૂછપરછ હાથ ધરતા પોતાનું નામ પ્રવિણચંદ્ર ઉર્ફે બકુલભાઈ પ્રાણલાલ મહેતા ઉંમર 59 રહે રામેશ્વર સોસાયટી શેરી નંબર 4 બાબરીયા આવાસ ક્વાટર્સ વાળો હોવાનું જણાવતા મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.
આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ મેહુલ ગોંડલીયા , પીઆઇ સી એચ જાદવ પીઆઇ મનોજ ડામોર હેડ કોન્સ્ટેબલ અર્જુન ડવ મયુરધ્વજસિંહ જાડેજા, સહિત ની ટીમ જોડાઈ હતી.