BREAKING NEWS

નવાગામમાં ગેસની નળી લીકેજ થતા ભડકો થયો, દંપતી ગંભીર રીતે દાઝ્યું

  • November 21, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવાગામ સાત હનુમાન મંદિર પાસે મકાનમાં આજે સવારના સમયે ગેસ લીકેજ થવાથી ભડકો થતા દંપતી ગંભીર રીતે દાઝી જવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. પતિ ગેસ ઉપર ચા બનાવતો હતો ત્યારે અચાનક ભડકો થતા પહેરેલા કપડામાં આગ લાગી હતી. આ જોઈ બચાવવા ગયેલી પત્ની પણ આગની લપેટમાં આવી જતા દાઝી હતી.


ગેસ ઉપર તપેલી મુકતા નળી લીકેજ હોવાથી આગ લાગી 

બનાવની પ્રાપ્ત વિગત મુજબ નવાગામ સાત હનુમાન મંદિર પાસે રહેતા હરેશભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.વ.40)ના સવારે ઘરે ગેસ ઉપર ચા બનાવવા માટે મુકતા જ અચાનક ભડકો થતા આગની ચપેટમાં આવી ગયા હતા. દેકારો થતા પત્ની કંચનબેન (ઉ.વ.35) દોડી આવી બચાવવા જતા તે પણ શરીરે દાઝી જતા તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકી સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. હરેશભાઈ શાકભાજી વેંચે છે અને પત્ની ભંગાર વીણી મદદરૂપ થાય છે. સવારે જાગીને હરેશભાઇ ચા બનાવવા માટે ગેસ ઉપર તપેલી મુકતા નળી લીકેજ હોવાથી આગ લાગી હોવાનું જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application