બે રીક્ષામાં રાજકોટથી શાપર તરફ ગાંજો લઈને જતાં શાપર વેરાવળ પોલીસે મુદ્દામાલ સાથે કરી ધરપક
રાજકોટ–ગોંડલ હાઇવે પર કોરાટ ચોક નજીક અલગ અલગ બે રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા દંપતીને ઝડપી શાપર વેરાવળ પોલીસે ૧.૦૯ લાખની કિંમતનો ૨.૦૧૯ કિલોગ્રામ ગાંજો કબ્જે કરી શાપર વેરાવળ પોલીસે સપ્લાયર–રિસીવરની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ આર ડી સોલંકીને મળેલ બાતમીના આધારે રાજકોટથી ગોંડલ નેશનલ હાઇવે ઉપર એક ક્રી અને પુષ માદક પદાર્થના જથ્થા સાથે અલગ અલગ બે ઓટો રિક્ષામાં ગાંજાના જથ્થા સાથે નીકળવાના છે તેવી બાતમી મળી હતી.
જેના પગલે શાપર પોલીસની બે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક રાજકોટ–ગોંડલ હાઇવે પર કોરાટ ચોક ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન કોરાટ ચોક ખાતેથી રીક્ષા જીજે–૦૩–સીટી–૪૪૬૮ અને તેની પાછળ જીજે–૦૩–સીટી–૨૫૯૨ નંબરની ઓટો રીક્ષા નીકળતા બંને રીક્ષાને અટકાવતા પ્રથમ રીક્ષામાં એક પુષ બેઠેલ હોય જેની પૂછતાછમાં લમણરામ દલરામ પાસવાન ઉવ ૩૭ રહે. ગુંદાસર, રીબડા રેલવે સ્ટેશન પાછળ, ગોંડલ, રાજકોટ મૂળ રહે. આરા, બિહાર, યારે અન્ય રિક્ષામાં એક મહિલા અને એક બાળક બેઠેલ હોય મહિલાની ઓળખ રોમાદેવી લમણરામ પાસવાન ઉવ ૩૭ રહે. ગુંદાસરા, રીબડા રેલવે સ્ટેશન પાછળ, ગોંડલ, રાજકોટ મૂળ રહે. આરા, બિહાર તેમજ તેની સાથે હાજર બાળકનું તેમનો આઠ વર્ષનો પુત્ર હોવાની કેફિયત આપી હતી.
બાદમાં પોલીસે પ્રથમ રીક્ષામાં બેઠેલ પુષના કબજામાં રહેલ થેલીમાં તપાસ કરતા તેમાંથી ૧.૯૮૪ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. બાદમાં રોમાદેવી પાસવાન પાસે રહેલ થેલીમાં તપાસ કરતા તેમાંથી ૨૦૬ ગ્રામ ગાંજો એમ કુલ બંને પતિ–પત્નીના કબજામાંથી ૨.૦૧૯ કિલોગ્રામ ગાંજો જેની કિંમત .૧,૦૯,૫૦૦ મળી આવતા શાપર પોલીસની ટીમે ગાંજો, મોબાઈલ મળી કુલ .૧,૧૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી દંપતિની ધરપકડ કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતી શાપર ખાતે ગાંજાની ડિલિવરી આપવા જઈ રહ્યા હતા તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જેથી પોલીસે ગાંજાનો જથ્થો મંગાવનાર શાપરના શખ્સનું નામ ખોલાવવા તજવીજ હાથ ધરી છે. મામલાની તપાસ હાલ લોધિકા પોલીસ મથકના પીઆઈ યુ આર ડામોર ચલાવી રહ્યા છે