BREAKING NEWS

97 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બેલડી ઝડપાઈ

  • January 31, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દરિયાઈ વિસ્તાર વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અન્વયે વન્ય જીવોના તેમજ દરિયાઈ જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હીરાભાઈ ની પ્રવૃત્તિ પર વોચ રાખવા તેમજ કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે કરેલા આ દેશના પગલે અગાઉ ત્રણ માસ પૂર્વે શહેર એસઓજી બ્રાન્ચે બે દરોડા પાડી કરોડની કિંમતની પ્રતિબંધિત વહેલ માછલીની ઉલટી ( એમ્બરર્ગ્રીસ) સાથે પાંચ આરોપી ઝડપી લીધા બાદ માલવિયાનગર પોલીસે મેંદરડા પંથક માંથી રાજકોટમાં વહેલ માછલીની ઉલટી વેચવા આવેલ બેલડીને 97.25 લાખની ઉલટી સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમીશ્નર બ્રજેશ કુમાર ઝા જેસીપી મહેન્દ્ર બગરિયા ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ એસીપી બી.જે.ચૌધરીની સૂચનાથી પીઆઇ જે.આર.દેસાઇ ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ કે.ડી.મારૂ, અને ટીમ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.


તે વેળા એ એ.એસ.આઇ કેતનભાઇ શેખલીયા તથા પો.હે.કોન્સ. કૃણાલસિંહ ઝાલા,જયદિપસિંહ ભટ્ટીને બાતમી મળી હતી કે ગોંડલ રોડ ખોડીયાર હોટલની પાસે બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે હિલચાલ કરી રહ્યા હોય ટીમે દોડી જઈ બંને આરોપીઓ કાળુભાઈ નાગજીભાઈ કયાડા ઉમર 60 રહેમાનપુર તાલુકો મેંદરડા અને પ્રફુલ શૈલેષભાઈ ટોળીયા ઉમર 33 રહે અંકુર નગર શેરી નંબર 8 રાજકોટ વાળાને ઝડપી લીધા હતા.


ઝડપાયેલા બંને શખ્સોની તલાસી લેતા તેના કબજા માંથી શંકાસ્પદ વસ્તુ મળી આવતા પૂછપરછમાં આ વહેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ હોવાનું કહેતા એફએસએલ અધિકારી એસ જે જોશીની મદદથી પ્રાથમિક પરીક્ષણ કરાવતા વહેલ માછલીની ઉલટી 970 ગ્રામ તેની કિંમત 97 લાખ હોવાનું જણાવતા બંને આરોપીને 97.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી વનવિભાગને સોંપતા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ ૩૫ (૧) (ઇ) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ અંગેની કામગીરીમાં પીઆઇ જે.આર.દેસાઇ, પો.સબ.ઇન્સ. કે.ડી.મારૂ, એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર, કેતનભાઇ શેખલીયા, હેડ.કોન્સ. અજયભાઈ વિકમા, કૃણાલસિંહ ઝાલા, મનિષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા અને એફ.એસ.એલ.અધિકારી એસ.જે.જોષી જોડાયા હતા.


મેંદરડાના અણીયારાના કાળુ પાદરીયા વતી કમિશનથી ઉલટી વેચવા આવ્યા હતા

રાજકોટ માલવિયા નગર પોલીસે 97.25 લાખની વહેલ માછલીની ઉલટી સાથે ઝડપી લીધેલ આરોપીઓને મેંદરડાના અણીયારા ગામના ત્રિભુવન એગ્રો વાળા કાળુ પાદરીયાએ વહેલ માછલી ની ઉલટી વહેચવા આપી હતી જે વેચી આપે તો તેમાંથી બંનેને પાંચ લાખ રૂપિયા કમિશન મળવાનું હતું.


વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફોરેસ્ટમાં નોંધાય છે ગુનો

વ્હેલ માછલીની ઉલટી "એમ્બર ગ્રીસ" નું વેચાણ તે પ્રતિબંધિત હોવાનું અને તેની હેરાફેરી કરતા સોદાગરો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ઝડપાયેલ એમ્બર ગ્રીસના પરીક્ષણ માટે ભારતમાં કલકત્તા અને દેહરાદુનમાં બે ફોરેન્સિક લેબ આવેલી છે ત્યાં તેનું પરીક્ષણ થાય છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ એફ.ઓ.આર મુજબ આરોપીઓ સામે કાર્યવાહી કરે છે.


રાજકોટમાં વ્હેલ માછલીની ઉલટી અંગે ત્રીજો ગુનો નોંધાયો

ત્રણ માસ પૂર્વે શહેર એસઓજી બ્રાન્ચના પીઆઇ જાડેજા અને ટીમે બાબરાના કરિયાણા ગામના વિરમ બાવળીયા અને સિહોર ના જીતુ સુવાળીયા ને 49. 80 લાખની વહેલ માછલીની ઉલટી સાથે તેમજ બે માસ પૂર્વે શાસ્ત્રી મેદાન પાસે ૨.૯૬ કરોડની ઊલટી સાથે સુરેન્દ્રનગર ના નરેન્દ્ર સિંહ જાડેજા પરેશ શાહ અને આશિષ ભટ્ટ ને ઝડપી લીધા હતા જે સરધારના રાણા નામના શખ્સ પાસેથી આ વ્હેલ માછલીની ઉલટી લાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application