ગોંડલમાં વૃદ્ધાને અજાણી સ્ત્રી અને પુરુષે વાતચીત કરી ઘેની પ્રવાહી પીવડાવી દઇ અર્ધબેભાન કરી દીધા હતા. બાદમાં આ સ્ત્રીએ વૃદ્ધાને લાફા મારી તેમણે પહેરેલા સોનાના બુટીયા, કડી સહિતના દાગીના અને પાકીટમાં રહેલ રોકડ રૂપિયા 5000 સહિત રૂપિયા 79,000 ની મત્તાની લૂંટ ચલાવી હતી. બેભાન થઈ ગયેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજા દિવસે તેઓ ભાનમાં આવ્યા બાદ તેમણે આ અંગે વાત કરતા વૃદ્ધાના પુત્રની ફરિયાદ પરથી ગોંડલ સિટી પોલીસે અજાણી સ્ત્રી અને પુરૂષ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ
ગોંડલમાં કુંભારાવાડા વિસ્તારમાં રહેતા રસિક ભીખુભાઈ પરમાર (ઉ.વ 37) નામના યુવાને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં એક અજાણી યુવતી અને પુરૂષ સામે ફરિયાદ નોંધાવી છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં તેની પત્ની અને માતા સાથે રહે છે તેના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે.
શું છે આખી ઘટના?
ગઈ તા. 29/5/2025 ના સવારના 11:30 વાગ્યે યુવાન તથા તેના પત્ની ઘરે હતા ત્યારે મોબાઈલ પર પાડોશમાં રહેતા દિનેશભાઈનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે હું રિક્ષા લઈને પોસ્ટ ઓફિસ બાજુ નીકળતા તમારા બા પૂરીબેન તરકોષી હનુમાનથી સેન્ટ્રલ ચોક બાજુ જતા રોડ પર જલારામ બેકરીની સામે અર્ધબેભાન હાલતમાં બેઠા છે આવી વાત કરતા યુવાન તેની પત્ની અને પાડોશમાં રહેતા અન્ય મહિલા સહિતના તુરંત અહીં પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાની માતાને પૂછતા તે અર્ધબેભાન હાલતમાં હોય અને જવાબ પણ આપી શકતા ન હતા. તેમણે કાનમાં પહેરેલા સોનાના બુટીયા તથા સોનાની કડી જોવામાં આવી ન હતી. બાદમાં 108 ને બોલાવી તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વૃદ્ધા બીજા દિવસે ભાનમાં આવ્યા
બીજા દિવસે તેઓ ભાનમાં આવતા તેમને આ બાબતે પૂછતા તેમણે વાત કરી હતી કે, હું ઘરેથી વિધવા સહાયનું પેન્શન લેવા માટે કડિયા લાઇનમાં આવેલ એસબીઆઇ બેન્કમાં ગઈ હતી. બેંકમાંથી બહાર આવતા એક અજાણ્યો પુરુષ તથા અજાણી બહેન મારી પાસે આવી હતી અને મારી સાથે ઓળખાણ કાઢવા લાગ્યા હતા અને કહ્યું હતું કે માજી હું તમને નાનપણથી ઓળખું છું અને કહેવા લાગી હતી કે, તડકો વધારે છે બેસો હું તમારા માટે જ્યુસ લઈને આવું તેમ કહી થોડીવારમાં જ્યુસ લઈને આવી. આ જ્યુસ મને આપતાં હૂં પી ગઈ હતી જે જ્યુસ પિતા બાદ મારૂ માથું ભારે થવા લાગ્યું હતું અને ચક્કર આવવા લાગ્યા હતા.
મને ત્રણ ચાર લાફા મારી દીધા
દરમિયાન આ સ્ત્રીએ માજી તમે પડી જશો લાવો હું તમને હાથ પકડીને લઈ જાવ. તેમ કહી હાથ પકડી ક્યાંક લઈ ગઈ હતી બાદમાં અજાણ્યો શખસ મારી પાછળ સ્કૂટર લઈને આવતો હતો દરમિયાન રોડની સાઈડમાં હું બેસી જતા આ મહિલાએ મારા કાનમાં પહેરેલ બુટીયા તથા કડી અને ડોકમાં પહેરેલું માંદળીયું તથા પાકીટ કાઢવા માટે બળજબરી કરતા મેં તેને રોકતા તેણે મને ત્રણ ચાર લાફા મારી દીધા હતા અને કાનમાં પહેરેલા બુટીયા તથા પાકીટ લઈ ગયા હતા ત્યારબાદ હું બિલકુલ બેભાન થઈ ગઈ હતી અને પછી શું થયું તે મને ખબર નથી.
બંટી- બબલીને ઝડપી લેવા તપાસ હાથ ધરી
આમ વૃદ્ધાને જ્યુશમાં ઘેની પ્રવાહી પીવડાવી અર્ધબેભાન કરી તેમણે પહેરેલ સોનાના બુટીયા, કાનમાં પહેરવાની કડી, ડોકમાં પહેરવાનું માંદળીયું તથા પાકીટમાં રહેલ રોકડા રૂપિયા 5000 સહિત કુલ રૂપિયા 79,000 ની મત્તા આ બંને શખસો લૂંટ કરી ગયા અંગે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આ બંટી- બબલીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વૃદ્ધાને લૂંટી લેનાર રાજકોટનું દંપતી ઝડપાયું
વૃદ્ધાને અર્ધબેભાન કરી લાફા મારી રૂપિયા 79,000 ની મત્તાની લૂંટ ચલાવ્યા અંગે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી અને આસપાસના સીસીટીવી ફૂટે ચકાસી આ બનાવનો ભેદ ઉકેલ નાખ્યો હતો. પોલીસે વૃદ્ધાને લૂંટી લેનાર રાજકોટના દંપતીને ઝડપી લીધું હતું. આ બંટી બબલી પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech