BREAKING NEWS

ખોટું રેકર્ડ ઉભું કરી રજૂ કરનાર એડવોકેટ સામે ગુનો નોંધવા ધારી કોર્ટનો હુકમ

  • December 19, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ધારી એડિશનલ ડીસ્ટ્રીકટ થર્ડ સેસન્સ કોર્ટમાં વિવાદીના વકીલ ન હોવા છતાં દાવાના કેસમાં વકીલ તરીકે પુરસીષ તૈયાર કરી તેમાં સહી કરી ખોટો દસ્તાવેજ ઉભો કરીને કોર્ટમાં રજૂ કરતા ધારીના એડવોકેટ સામે ધારી એડિશનલ ડીસ્ટ્રીક સેસન્સ કોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે,


પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ધારીમ રહેતા અબે વકીલાતનો વ્યવસાય કરતા આર.બી.જોષીએ ધારીની થર્ડ એડિશનલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતા રેગ્યુલર દીવાની અપીલ નંબર 06/2025માં રેકોર્ડ મુજબ તા.1/9/25ના રોજ કોર્ટ ફી ભરવાનું સ્ટેજ હતું ત્યારે એપેલેટ વિવાદી તરફે વકીલ આર.બી.જોષી કોર્ટમાં હાજર થઈને પોતાની સહીથી પુરસીષ રજુ કરી વિવાદી તરફે કોર્ટ ફી ભરાયાનું જાહેર કર્યું હતું. આથી કોર્ટ દ્વારા પુરસીષ રેકોર્ડેડ કરવામાં આવ્યું હતું. જે બાદ કોર્ટના ધ્યાને એપેલેન્ટ વિવાદી તરફે વકીલાત નામામાં ક્યાંય પણ આર.બી.જોષીની સહી ન હોવાનું આવતા કોર્ટ દ્વારા પુરસીષ દૂર કરવાનો હુકમ કર્યો હતો, અને જણાવ્યું હતું કે, વકીલ આર.બી.જોષી એપેલેટ વિવાદી તરફે વકીલ તરીકે રોકાયેલા ન હોવા છતાં તેમને આ કેસમાં વકીલાત કરવાનો કો અધિકાર આપવામાં આવ્યો ન હોવા છતાં કોર્ટ સમક્ષ વિવાદીના વકીલ હોવાની ખોટી રજૂઆત અને જાહેરાત કરી કોર્ટમાં મેટર ડિસમિસ ફોર ડિફોલ્ટ ન થાય અને એ દિવસે કોર્ટનો હુકમ મળી રહે માટે એક પ્રકારે ખોટો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે કોર્ટ દ્વારા એડવોકેટ જોષી સામે ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવતા ધારીની થર્ડ એડિશનલ ડીસ્ટ્રીક સેસન્સ કોર્ટના રજિસ્ટ્રાર દિલીપભાઈ મુકુન્દરાવ કાળે (ઉ.વ.51)એ ધારી પોલીસમાં એડવોકેટ આર.બી.જોષી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ.૩૩૬(૨), ૩૪૦(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application