રાજકોટ એમ.એ.સી.ટી. સ્પેશિયલ કોર્ટ દ્વારા 2016ની સાલમાં થયેલા અકસ્માતના ક્લેઇમ કેસમાં ઈજા પામનાર અરજદારને રૂ|. ૧,૦૩,૯૬,૨૦૦. (એક કરોડ ત્રણ લાખ છનું હજાર બસો પૂરા) વળતર ૩૦ દિવસમાં ચૂકવવા વીમા કંપનીને આદેશ કરતો હુકમ કર્યો હતો.
રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ (સ્પેશિયલ કોર્ટ) ૯ માં એડી. ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આ મહતવ્નો ચુકાદો તાજેતરમાં આપવામાં આવેલ જેમાં અકસ્માતમાં ઇજા પામનાર અરજદાર જીતેન્દ્ર ડાયાભાઈ મારકણા તા. ૧૯/૦૧/૨૦૧૬ના રોજ મો.સા. નં. જી જે 03 - એચ એફ - ૭૭૨૧ વાળું લઈને આટકોટથી ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કાર જી જે ૦૫ - સી એફ - ૪૩૫૯ ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી, અરજદારના બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માત થી જીતેન્દ્રભાઇને અનેક ગંભીર ઇજાઓ થતાં કાયમી ખોડ ખાપણ (દિવ્યાગ)ના લીધે તથા થયેલ સારવાર ખર્ચ અને અન્ય નુકશાની પેટે અરજદારે મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ ની કલમ - ૧૬૬ હેઠળ વળતર વ્યાજ સહિત મેળવવા ધ ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કુ. લી. સામે કરેલ ફરિયાદ કરેલ હતી.
આ અકસ્માત બાદ અરજદારને શરીરમાં ઘણી બધી જગ્યાએ ઇજાઓ થયેલ અને અરજદારને આખા શરીરની ૯૦% જેવી કાયમી ખોડ ખાપણ રહી જતાં કોર્ટ એ તેમના મેડીકલ બીલ તથા અરજદારની આ પરિસ્થિતિ જોઈ તથા તપાસીને તથા અરજદારના વકીલની દલીલો ને માન્ય રાખી અને વીમા કંપનીના વકીલની દલીલને ગ્રાહય ન રાખીને આ ક્લેઇમ કેસમાં મહત્વનો ચુકાદો આપેલ હતો.
જેમાં ઇજા પામનારે કાયદાની સતર્કતાને ધ્યાને લઈને વર્ષ ૨૦૧૬ માં કોર્ટ સમક્ષ અરજી દાખલ કરેલ જેમાં અરજદારના વકીલ એસ જી બાવીશીની દલીલ તથા હાઇકોર્ટ થતા સુપ્રીમ કોર્ટના જજમેંટને ધ્યાને લઈ એમ.એ.સી.ટી. સ્પેશિયલ કોર્ટ દ્વારા આખરી હુકમ ફરમાવવામાં આવેલ જે મુજબ અરજદારને ૧,૦૩,૯૬,૨૦૦. ( એક કરોડ ત્રણ લાખ છનું હજાર બસો પૂરા ) નું વળતર ૩૦ દિવસમાં ચૂકવવા વીમા કંપનીને આદેશ કરાયેલ હતો.
આ મહત્વપૂર્ણ ચુકાદામાં ઇજા પામનારવતી રાજકોટના બાવીશી લો ફર્મના વિદ્વાન ધારાશાસ્ત્રી સંજય જી. બાવીશી, યુવા એડવોકેટ શ્રેય એસ. બાવીશી તથા મદદનિશ તરીકે કૌશલરાજસિંહ ડી. વાળા રોકાયેલ હતા.