ગત તારીખ : 05/11/2024 ના રોજ ભોગ બનનારે એવા પ્રકારની હકીકત લખાવેલ કે આજ થી દોઢેક વર્ષ પહેલા હુશેન ગુલમામદ વાઘેરના ઘરનું સાફ સફાઈનું કામકાજ કરતી હતી ત્યારે પંચેશ્વર ટાવર પાસે આવેલ ફલેટમાં સાફ સફાઈ કરી બાથરૂમમાં નહાવા ગયેલ ત્યારે તેઓની જાણ બહાર નગ્ન ફોટા પાડી અને વિડીયો ઉતારી લીધેલ અને ત્યારબાદ આ ફોટો તથા વિડીયો તેને વોટસએપ કરી અને બ્લેકમેઈલીંગ કરી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો.
અને ત્યારબાદ પણ તેણીને આ કામના આરોપી હુશેન તેમજ તેના મિત્ર ખાનભાઈ તેના મિત્ર કારાભાઈ જબરદસ્તીથી તેના પર દુષ્કર્મ કરેલ. અને જો કોઈને કહીશ તો આ ફોટો વિડીયો વાયરલ કરી નાખીશ તેવી ધમકી આપી ઉપરોકત ત્રણેય આરોપી અવારનવાર તેણી પર બળાતકાર કરતા હતા જેથી આ લોકોના ત્રાસથી કંટાળીને ભોગ બનનારે ઉપરોકત ત્રણ આરોપીઓ વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ - 376(ડી), 376(2)(એન), 323, 506(2), 354(બી), 354(સી) વિગેરે મુજબ ફરીયાદ નોંધાવેલ.
ત્યારબાદ ચાર્જશીટ દાખલ થતાં આરોપી હુશેન ઉર્ફે વાઘેર ગુલમામદ શેખ ધ્વારા પોતાના વકીલ મારફત જામીન અરજી દાખલ કરી એવા પ્રકારની દલીલ કરેલ કે ભોગબનનારને આરોપી સાથે પ્રથમથી જ સંબંધ હતો. અને તે મતલબના ભોગબનનારે કરાર તેમજ સોગંદનામું પણ કરી આપેલ છે. અને તદન ખોટી ફરીયાદ નોંધાવેલ છે. જેની સામે સરકાર તરફે સરકારી વકીલ હાજર થઈ એવી દલીલ કરેલ કે આ ગંભીર પ્રકારનો ગુન્હો છે અને આ આરોપી ગુના કરવાની ટેવવાળો છે તેમજ આરોપી ધ્વારા રજુ કરવામાં આવેલ ફોટોગ્રાફ તેમજ કરાર અને સોગંદનામું પણ આરોપી ધ્વારા પ્રથમથી જ ભોગબનનાર વિરૂધ્ધ ષડયંત્રના ભાગરૂપે કરેલ હોવાનું જણાય આવે છે.
તેમજ સમાજમાં આ પ્રકારના બનાવોનું પ્રમાણ વધી ગયેલ છે જેથી આવા આરોપીને જામીન પર મુકત કરી શકાય નહી. જેથી તેને જામીન પર ન છોડવા ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલશ્રી રાજેશ કે. વસીયરની દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી હુશેન ઉર્ફે વાઘેર ગુલમામદ શેખની જામીન અરજી ફગાવેલ છે. ઉપરોક્ત કેસમાં મુળ ફરીયાદી તરફે ધર્મેશ ગોડલીયા એડવોકેટ તથા સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech