BREAKING NEWS

જામનગર : ખોટી રીતે લાયસન્સ મેળવવાના ગુન્હામાં આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરતી કોર્ટ

  • November 08, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ કામના આરોપીઓએ પોતાનો આર્થિક લાભ મેળવવા માટે કુલ ૩૦બોટના માલિકોએ જુના ફીશીંગ બોટના રજીસ્ટ્રી સર્ટીફીકેટ ના હોય તેવી ફીશીંગ બોટો તથા એન્જીનના નવી ખરીદ કરેલના ખોટા બીલો મંગાવી બાદમાં તે ફીશીંગ બોટમાં સુધારા વધારા દર્શાવી ફીશરીઝ વિભાગની રીયલ ડ્રાફટ વેબસાઇટ ઉપર જામનગર ખાતે બોટનું લાયસન્સ મેળવેલ હોય જે અંગે જાણવા જોગ પરથી બેડી મરીન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ મુજબની ફરીયાદ દાખલ થયેલ જે ફરીયાદની તપાસ દરમ્યાન કુલ ૩૦ બોટના માકિોએ બોટના ખોટા બીલો મંગાવેલ જેમાના ઘણા આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ હવાલે કરેલ હોય, જેથી હાલના આરોપી ઇકબાલ દાઉદ હુંદડાને પોલીસ દ્વારા ધરપકડ કરે તેવી દહેશત હોવાથી આરોપી ઇકબાલ હુંદડા દ્વારા આગોતરા જામીન મેળવવા પોતાના વકીલનો સંપર્ક કરેલ.
​​​​​​​

આ કામે આરોપી ઇકબાલ હુંદડાના વબીલ દ્વારા સેસન્સ કોટૃમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને જામીન અરજી દલીલ પર આવતા વિસ્તૃત વિગતવારની ધારદાર દલીલ કરવામાં આવેલ તેમજ પ્રોસીકયુશન તરફે આરોપીને આગોતરા જામીન ઉપર મુકત ન કરવા દલીલ કરેલ જે તમામ દલીલ સાંભળ્યા બાદ સેસન્સ કોર્ટે આરોપીના વકીલની દલીલ ઘ્યાને લઇ આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. આરોપી તરફે યુવા ધારાશાસ્ત્રી મોહસીન કે. ગોરી તથા જે.ટી. જાડેજા અને ટ્રેઇની દર્શન ગોસ્વામી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application