BREAKING NEWS

ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી યુવાન અને તેની પત્નીના ફોટા અપલોડ કર્યા

  • October 06, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શહેરના ઉમિયા ચોક પાસે આવેલા જીલજીત સોસાયટીમાં રહેતા યુવાનનું ફેક આઇડી બનાવી યુવાન અને તેની પત્નીના આ ફેક આઇડીના પ્રોફાઇલમાં ફોટો મુકી દીધા હતાં. જે અંગે યુવાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


ઉમિયા ચોકની જલજીત સોસાયટી શેરી નં.૭માં રહેતાં અને પ્રાઈવેટ નોકરી કરનાર હરેશસિંહ ચૌહાણ (ઉ.વ.૩૩)એ સાયબર ક્રાઈમ પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૭ ઓગસ્ટના રોજ તેના ઈન્સ્ટાગ્રામમાં એક મેસેજ આવ્યો હતો.જેમાં સામાવાળાએ કહ્યું કે મારું આ આઈડી કોઈના હાથમાંના આવે, હું જયારે મેસેજ કરૂં ત્યારે રિપ્લાય કરજે, મારે વાત કરવી છે, ક્યારે વાત થશે.જોકે તેણે આ મેસેજનો રિપ્લાય નહીં આપ્યા બાદ જોયું તો તે આઈડીમાં તેનો ફોટો મુકેલો હતો.સાથો-સાથ કોર્ટના કેસનો ફોટો પણ મુક્યો હતો.તેને વીડિયો કોલ કર્યો હતો.પરંતુ રિસીવ કર્યો ન હતો.આ પછી આ આઈડી બ્લોક કરી નાખી હતી.


ત્યારબાદ ફરિયાદીના પત્નીના નામની ફેક ઇન્સટાગ્રામ આઈ.ડી બનેલી હતી.જે આઇ.ડી તુરંત જ ઇન્સ્ટાગ્રામ પરથી રીમુવ થયેલ હતી.જેથી ઇંસ્ટાગ્રામ આઇડી ધારક ફરિયાદી તેમજ તેમના પત્નીનો ફોટો તેમની જાણ બહાર મેળવીને ફેક આઇડી બનાવીને તેના પ્રોફાઇલમા પતિ-પત્નીનો ફોટો રાખી ફરિયાદીની પ્રતીષ્ઠાને હાની પહોચાડી હતી. જેથી સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930માં કોલ કરી ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application