પંચેશ્ર્વર ટાવર પાસે પોલીસ પ્રગટી
જામનગરના પંચેશ્ર્વર ટાવર પાસે ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને સીટી-એ પોલીસે મોબાઇલ, રોકડ મળી ૧૬૨૦૦ના મુદામાલ સાથે દબોચી લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એમ.એન. રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ રાજેન્દ્રસિંહ ડોડીયા, હીતેષભાઇ સાગઠીયાને મળેલ બાતમી હકીકત આધારે જામનગરના પંચેશ્ર્વર ટાવર રવરાઇ દુકાન બહાર એક ઇસમ ઉભો રહી પોતાના મોબાઇલમાં ક્રિકેટની એપ્લીકેશમાં મેચનાા રન ફેર, સેશન્સ હારજીતના સોદાઓ કરી જુગાર રમે છે.
તેવી હકીત આધારે રેઇડ કરતા આરોપી જીતેન્દ્ર છગન રુપડીયા રહે. ખારવા ચકલો, છીપાવાડ જામનગરવાળાને પકડી પાડી આરોપી પાસેથી રોકડા ૧૧૨૦૦ તથા મોબાઇલ કિ. ૫૦૦૦ મળી કુલ ૧૬૨૦૦ના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી, જયારે આરોપી યોગેશ્ર્વર પાર્કના રાકેશ પ્રવિણચંદ્ર ખેતીયાને ફરાર જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech